T-20 WCમાં સ્થાન ન મળતાં મલિંગાનો સંન્યાસ

(એજન્સી) કોલંબો તા.14
વિશ્વ ક્રિકેટ જગતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના ઝડપી બોલર લસિત મંલિગાએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેમણે ક્રિકેટના તમામ ફોરમેટ છોડવાનો નિર્ણય કર્યો છે. લસિત મલિંગા ટી-20 વર્લ્ડ કપ રમવા ઈચ્છતા હતા. પરંતુ જ્યારે શ્રીલંકાઈ ટીમમાં તેમને જગ્યા ના મળી તો તેમણે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
જો કે તેઓ ટેસ્ટ, વનડે અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી પહેલા જ અળગા થઈ ગયા હતા, અને ફકત ટી-20 વર્લ્ડ કપ રમવાનું વિચારતા હતા. હવે વર્લ્ડ કપ રમવાનું સપનું પુરુ ના થતા હવે આ ફોર્મેટને પણ અલવિદા કહી દીધુ અને પોતાના ધારદાર કેરીયર પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.
પોતાના 16 વર્ષના ઈંટરનેશનલ કેરિયરમાં મંલિંગાએ 340 મેચ રમી છે, જેમાં 30 ટેસ્ટ, 226 વનડે અને 84 ટી-20 મેચો શામેલ છે. તેમણે કુલ 546 વિકેટ લીધી છે. જો વિકેટોને અલગ અલગ ફોર્મેટના હિસાબે જોઈએ તો ટેસ્ટમાં 101, વનડેમાં 338 અને ટી-20માં 107 વિકેટ શામેલ છે. લસિત મસિંગા 38 વર્ષના થઈ ગયા છે.
છેલ્લી વખત ક્રિકેટ મેદાન પર માર્ચ 2020 પર ઉતર્યા હતા. મલિંગાએ સન્યાસ લેતા જણાવ્યું કે હું મારા ટી-20 શૂઝને ખીટીંએ લટકાવી રહ્યું છું અને તમામ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું, હું તે તમામનો આભાર વ્યક્ત કરી રહ્યો છું કે જેમણે મારી આ મુસાફરીમાં મારો સાથે આપ્યો અને આવનારા વર્ષોમાં યુવા ક્રિકેટર્સની સાથે પોતાનો અનુભવ શેર કરવા ઈચ્છું છું.

રિલેટેડ ન્યૂઝ