વિરાટે છોડી T-20ની કપ્તાની

(સ્પોર્ટસ સંવાદદાતા)
મુંબઈ, તા.16
વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યા છે. તેઓ ટી-20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટ કોહલીએ સોશીયલ મીડિયા દ્વારા માહિતી આપી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોહલીની જગ્યાએ સ્ટાર ઓપનર રોહિત શર્મા ભારતીય ટીમની કરશે કેપ્ટનશીપ. કોહલી બેટીંગ પર ધ્યાન આપશે. ફક્ત એક જ ફોર્મેટમાં કરશે કેપ્ટનશીપ.
વિરાટ કોહલીએ ટ્વીટ કરીને એક લેટર પોસ્ટ કર્યો છે. વિરાટે પોતાના લેટરમાં કહ્યું છે, ‘હું ઘણો જ ખુશનસીબ હતો કે મને ભારતનું અને ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાની તક મળી. હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની મારી સફરમાં મને સહકાર આપ્યો. હું તેમના વગર કંઈજ ન કરી શક્યો હોટ – બોય્સ (ખેલાડીઓ), સપોર્ટ સ્ટાફ, સિલેક્શન કમિટી, મારા બધા કોચ અને તમામે તમામ ભારતીયો જેમણે અમારી જીત માટે પ્રાર્થનાઓ કરી હતી.
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને કોષાધ્યક્ષ અરુણ ધૂમલ બંનેએ કહ્યું કે કપ્તાનીમાં કોઈ બદલાવ થયો નથી. જ્યારે કોઈ ટીમ સારી રીતે પ્રદર્શન કરી રહી હોય ત્યારે કોઈ આવું પગલું નહીં ઉઠાવવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ