એયરની અડધી સદી પાણીમાં ગઇ તો રાહુલના 67 રન વિજય માટે મહત્વના રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા)દુબઇ તા. 1

આઇપીએલમાં આજે 45મો મેચ પંજાબ કીંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. કલકત્તા નાઇટ રાઇડસે 7 વિકેટના ભોગે 165 રન કર્યા હતા. જેમાં ઐયરે 49 દડામાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 67 રન નોંધાવ્યા હતા. તો ત્રીપતીએ 34 અને રાણાએ 31 રન કર્યા હતા. પંજાબ કિંગસની ટીમે 19.3 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 167 રન કરીને વિજય મેળવી લીધો હતો. જેમાં પણ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 55 દડામાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 67 રન કર્યા હતા. તો મયંક અગ્રવાલે પણ 27 દડામાં 40 રન કર્યા હતા. શાહરૂખખાને પણ નોટઆઉટ રહીને 22 રન કર્યા હતા. જે જીત માટે મુખ્ય હતા.

રિલેટેડ ન્યૂઝ