રાજસ્થાન રોયલ્સને કારમી પછડાટ આપતી કોલકતા ટીમ

દુબઇ તા. 7
દુબઇ ખાતે આજે આઇપીએલનો 54મો મેચ કોલકતા નાઇટ રાઇડર્સ અને રાજેસ્થાન રોયલ વચ્ચે રમાયો હતો. જેમાં કોલકતા નાઇટ રાઇડર્સની 86 રને શાનદાર જીત થઇ હતી. આઇપીએલમાં આ પ્રકારના મેચ ભાગ્યે જ રમાયા હશે.આજનો આ મેચ જોવાની દર્શકોને ભારે મજા પડી હતી. કોલકતા નાઇટ રાઇડર્સએ ચાર વિકેટના ભોગે 20 ઓવરમાં 171 રન કર્યા હતા. જેમાં શુભમન ગીલે 44 દડામાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 56 રન કર્યા હતા. તો વંકટે ઐયરે 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 35 રન કર્યા હતા તો રાહુલ ત્રીપાઠીએ પણ 3 ચોગ્ગા સાથે 21 રન નોંધાવ્યા હતા. રાજેસ્થાન રોયલ્સની ટીમ 172 રનના ટાર્ગેટ સાથે પેવેલીયનમાંથી ઉતરી હતી. પરંતુ શરૂઆતથી જ તેમના ખેલાડીઓની રમત સાવ ધીમી રહી હતી અને ટીમ 16.1 ઓવરમાં 85 રન કરીને પેવેલીયનમાં પરત ફરી હતી. રાજેસ્થાન રોયલ્સના રાહુલ તીવેટીયાએ 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 36 દડામાં 44 રન, શીવમ દુબેએ 20 દડામાં 18 રન કર્યા હતા. તો જયસવાલ, અર્જુન રાવત, મોરીસ અને રહેમાન ઝીરોમાં આઉટ થઇ ગયા હતા. આમ, કોલકતા ટીમની 86 રને શાનદાર જીત થઇ હતી.

રિલેટેડ ન્યૂઝ