દિલ્હીને ચાર વિકેટે પરાજય આપી ચેન્નાઇ ટીમનો ફાઇનલમાં પ્રવેશ

ધોનીએ 6 દડામાં 18 રન ફટકારી મેચ રસીકોને રાજી કરી દીધા
દુબઇ તા. 10
આઇપીએલમાં આજે દિલ્હી કેપીટલસ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાયો હતો. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે શાનદાર રમત બતાવી હતી. 4 વિકેટે ચેન્નાઇ સુપરકિંગ્સે મેચ જીતી લીધી હતી અને નવમી વાર ફાઇનલમાં પહોંચી હતી. ટોસ જીતીને ચેન્નાઇ ટીમે દિલ્હીને મેદાનમાં ઉતારી હતી. જેને પાંચ વિકેટના ભોગે 172 કર્યા હતા. જેમાં પ્રવિણ સાહુના 60 રન મુખ્ય હતા. પ્રવિણે 34 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તો રિક્ષભ પંથે 35 દડામાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 51 રન કર્યા હતા. તો સીમરોને પણ 24 દડામાં 37 રન નોંધાવ્યા હતા. આમ બે ખેલાડીઓએ ફીફટી મારી હતી.
ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ 173 રનના ટાર્ગેટ સાથે આવી હતી અને 19.4 ઓવરમાં 6 વિકેટના ભોગે 173 રન કરીને વિજય મેળવી લીધો હતો. આજના મેચમાં ગાયકવાડે 50 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 70 રન, રોબીને 44 દડામાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 63 રન માર્યા હતા. તો ધોનીએ 6 દડામાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન કર્યા હતા. વિનિંગ શોર્ટ પણ ધોનીએ જ માર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ