વિદૃેશી નાગરિકોને યુએસમાં કામ કરવા માટે ઈમ્-૨ વિઝાની જરૂર હોય છે. દૃર વર્ષે આ વિઝા માત્ર મર્યાદિૃત સંખ્યામાં આપવામાં આવે છે.
પરંતુ હવે વિઝા ઈશ્યુ કરનાર વિભાગ એટલે કે ’યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ’ એ પુષ્ટિ કરી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ‘રોજગાર આધારિત સેકન્ડ પ્રેફરન્સ’ (EB-2 ) વિઝાની સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં લોકોએ EB-2 વિઝા માટે રાહ જોવી પડશે.
ભારતીયો સહિત અન્ય દૃેશોના નાગરિકોને અમેરિકામાં કામ કરવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. કારણ કે નવું નાણાકીય વર્ષ ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી શરૂ થઈ રહૃાું છે અને આ દિૃવસથી જ વિઝા આપવાનું શરૂ થઈ જશે.
EB-2 વિઝા કેટેગરી કુશળ કામદૃારોને યુનાઈટેડ સ્ટેટ્સમાં આવવા માટે પરવાનગી આપે છે કે જેમની પાસે એડવાન્સ ડિગ્રી હોય અથવા તેમના ક્ષેત્રમાં અસાધારણ લાયકાત હોય. આ વિઝા અન્ય ત્રણ કેટેગરીમાં વિભાજિત છે.