ભથ્થામાં બેઝિક પે, મોંઘવારી ભથ્થુ, રિટેનીંગ એલાઉન્સ સામેલ થશે: ગ્રેચ્યુઈટીની ગણતરી હવે માત્ર બેઝિક સેલરી પર નહીં થાય, બલકે છેલ્લી વાર મળનારા વેતનના આધારે થશે: સપ્તાહમાં 48 કલાકથી વધુ કામ કરનાર કર્મચારીઓને ઓવરટાઈમ માટે ડબલ મજૂરી આપવી પડશે
નવો લેબર કોડ લાગુ થયા બાદ નોકરિયાત લોકોમાં સેલરી, પીએફ અને ગ્રેચ્યુઈટીને લઈને ક્ધફયુઝન હતું. આ ગુંચવણના ઉકેલ માટે શ્રમ મંત્રાલયે નવા લેબર કોડ્સના ડ્રાફટ રૂલ્સ અને તેની સાથે સંકળાયેલ સવાલ-જવાબ (એફકયુ) જાહેર કરી દીધા છે. આ ડ્રાફટમાં સરકારે સ્પષ્ટ કયુર્ં છે કે આવનારા સમયમાં કર્મચારીઓની સેલરી કેવી રીતે બનશે. વેતન કોને માનવામાં આવશે અને ગ્રેચ્યુઈટીની ગણતરી કયા આધારે થશે.
ડ્રાફટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભથ્થામાં બેઝિક પે, મોંઘવારી ભથ્થુ (ડીએ) અને રિટેનીંગ એલાઉન્સ સામેલ હશે. બેઝિક સેલરી કુલ વેતનના 50 ટકા હશે. બાકી ભાગમાં પીએફ, બોનસ, કમિશન, એચઆરએ ઓવર ટાઈમ વગેરે સામેલ થશે. કંપનીઓ બેઝિક સેલરીને ઓછી અને એલાઉન્સને વધુ રાખી કાનૂની જવાબદારીથી બચી નહીં શકે, જેનો ફાયદો પીએફ અને ગ્રેચ્યુઈટીમાં મળશે.
દિશા-નિર્દેશ અંતર્ગત હવે ન્યુનતમ મજૂરી દૈનિક આધારે નકકી થશે અને પછી એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી તેને દર કલાક અને મંથલી વેજેજમાં બદલવામાં આવશે. તેની ગણતરી એક સામાન્ય સરકારી કામકાજી વર્ગના પરિવારની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને થશે. તેમાં ભોજન, કપડા, ઘરનું ભાડુ, ઈંધણ, વીજળી, શિક્ષણ, મેડીકલ ખર્ચ અને અન્ય પાયાની જરૂરીયાતો સામેલ છે.
કેન્દ્ર સરકાર એક રાષ્ટ્રીય ન્યુનતમ મજુરી નકકી કરશે. કોઈપણ રાજય તેની નીચેના આંકડા નકકી નહી કરી શકે. ડ્રાફટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેટલાક પેમેન્ટ વેતનનો ભાગ નહી હોય. તેમાં પર્ફોર્મન્સ આધારીત ઈન્સેન્ટિવ ઈસોપ્સ, વેરીએબલ પે અને રિઈમ્બર્સમેન્ટ આધારિત પેમેન્ટ સામેલ છે. આ ઉપરાંત લીવ એન્કેશમેન્ટને પણ એલાઉન્સનો ભાગ નથી માનવામાં આવ્યો. આ સ્પષ્ટતા એટલા માટે જરૂરી છે. કારણ કે કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચે તેને લઈને ઘણો ભ્રમ હતો.
નવી વ્યવસ્થામાં ગ્રેચ્યુઈટીની ગણતરી હવે માત્ર બેઝીક સેલરી પર નહીં થાય, બલકે છેલ્લી વાર મળનાર વેતનના આધારે થશે. જેમની સેલરી એલાઉન્સ-હેવી હતું. તેમની ગ્રેચ્યુઈટી વધી શકે છે. ગ્રેચ્યુઈટીનો નવો નિયમ પાછળની તારીખથી લાગુ નહીં થાય. આ વ્યવસ્થા 21 નવેમ્બર 2025થી અસરમાં માનવામાં આવશે.
