વિશ્ર્વભરમાં ભારે હર્ષોલ્લાસ સાથે નવા વર્ષ ૨૦૨૬ને આવકાર

પ્રથમ કિરબાતી ટાપુ ત્યારબાદૃ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષ ૨૦૨૬ની ઉજવણી શરૂ

વિશ્ર્વમાં યુધ્ધ, અશાંતિ, ટ્રેડવોર, મોંઘવારી, કુદૃરતી અન્ો માનવ સર્જીત આફતોના ઓળાના વર્ષ ૨૦૨૫ન્ો વિદૃાય લીધી છે, અન્ો વૈશ્ર્વિક શાંતિ, સ્થિરતા અન્ો સમૃધ્ધિની આશા સાથે નવા વર્ષ ૨૦૨૬ના થયેલા આગમનન્ો દૃુનિયાભરમાં જબ્બર સ્વાગત સાથે ઉજવણી શરૂ થઇ છે, પ્ાૃથ્વી પર સૌથી પ્ાૂર્વ છેડે આવેલા કિરીબાતી ટાપુ, ન્યુઝીલેન્ડ અન્ો ઓસ્ટ્રેલિયામાં રાત્રિના ૧૨ વાગ્યાની સાથે નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભન્ો ભવ્ય સ્વાગત સાથે ઉજવણી કરવામાં આવી છે, તસ્વીરોમાં ડાબ્ોથી નવા વર્ષના સ્વાગત માટે થઇ રહેલી આતશબાજીથી જળહળી રહૃાા છે પછીની તસ્વીરમાં દૃક્ષિણ પ્ાૂર્વ એશિયાના દૃેશ વિયેતનામના પાટનગર હેનોઇમાં હોબાન કીમ લેકના કિનારે ઇન્સ્ટોલ કરેલા ‘હેપી ન્યુ યર લખાણના સ્ટ્રકચર આગળ વિયેતનામી મહિલાઓ પોઝ આપી રહી છે. પછીની તસ્વીરમાં રશિયાના ઐતિહાસિક શહેર સ્ોન્ટ પીટસબર્ગમાં યોજાયેલા ક્રિસમેસ મેળામાં ઇન્સ્ટોલનું કરાયેલા ડિજિટ ૨૦૨૬ન્ો લોકો કેમેરામાં કેદૃ કરી રહૃાા છે.

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આઇકોનિક સ્કાય ટાવર, ઓસ્ટ્રેલિયાના સીડની હાર્બર અન્ો ઓપ્ોરા હાઉસ ખાત્ો આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત:દૃુનિયાના શહેરોમાં રોશનીથી ઝળહળી ઉઠ્યા

આખી દૃુનિયા હાલ ઘડિયાળની ટિકટિક પર નજર જમાવીને બેઠી છે. ૨૦૨૫નું વર્ષ પૂર્ણ થવા જઈ રહૃાું છે અને નવું વર્ષ ૨૦૨૬ની શરૂઆતની ઘડીઓ ગણાઈ રહી છે. જો કે પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલા બે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ભારતથી લગભગ ૯ કલાક પહેલા જ અહીં ૨૦૨૬નું આગમન થઈ ચૂક્યું છે. દૃુનિયામાં સૌથી પહેલા નવું વર્ષ ૨૦૨૬ કિરિબાતીના નાના એવા દ્વીપ કિરીબાતીમાં પહોંચ્યું છે, જ્યાં અડધી રાત સાથે જશ્ર્નની શરૂઆત થઈ ગઈ છે. તેની થોડી વાર પછી ન્યૂઝીલેન્ડના ચૈથમ આઈલેન્ડ પર પણ લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે.
દૃુનિયાના કેટલાય ભાગમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ર્ન શરૂ થઈ ગયો છે. અલગ અલગ ટાઈમ ઝોનના કારણે કેટલાય દૃેશ અલગ અલગ સમય પર નવા વર્ષનો જશ્ર્ન મનાવશે. ભારત પહેલા ૪૧ દૃેશ એવા છે, જ્યાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.
દૃુનિયાભરમાં નવા વર્ષના અવસર પર કેટલાય શહેરોમાં શાનદૃાર આતિશબાજીનું આયોજન થાય છે. સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદૃસ્ત આતિશબાજી સાથે ઉજવણી કરાય છે જેને લાખો લોકો લાઈવ જોવે છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેયર પર શાનદૃાર આતિશબાજી જોવા મળે છે. રિયો ડી જેનેરિયોના કોપાકબાના બીચ અને કેનબરાના લેક બર્લી ગ્રિફિનમાં પણ નવા વર્ષને લઈને ખાસ શોનું આયોજન થાય છે.
દૃુનિયાભરમાં નવા વર્ષ ૨૦૨૬ ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દિૃલ્હીથી સિડની અને દૃક્ષિણ આફ્રિકાથી મોસ્કો સુધી, લોકો પોતાની રીતે નવા વર્ષના સ્વાગત સાથે આ પ્રસંગની ઉજવણી કરી રહૃાા છે. દૃરેક જગ્યાએ રોશની કરવામાં આવી છે. હોટલો અને રેસ્ટોરન્ટ શણગારવામાં આવ્યા છે. મંદિૃરો, ગુરુદ્વારા અને ચર્ચોએ ભક્તોના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી.
દૃુનિયા અલગ અલગ સમય ઝોનમાં વહેંચાયેલી છે. આ જ કારણ છે કે નવા વર્ષની ઉજવણીનો સમય અલગ અલગ દૃેશોમાં બદૃલાય છે. જો આપણે ભારતની વાત કરીએ તો, ૨૯ દૃેશો એવા છે જ્યાં નવા વર્ષની ઉજવણી તે પહેલા શરૂ થાય છે.
વિશ્ર્વનો સૌથી પૂર્વીય દૃેશ કિરીબાતી ટાપુઓમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ હતી. ત્યારબાદૃ ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયામાં ઉજવણી શરૂ થઈ હતી.
ન્યૂઝીલેન્ડમાં નવું વર્ષ શરૂ થઈ ગયું છે. સ્થાનિક સમય મુજબ, ૧ જાન્યુઆરી, ૨૦૨૬, હવે શરૂ થઈ ગયું છે. ઘડિયાળો મધ્યરાત્રિના ૧૨ વાગ્યાની સાથે જ, દૃેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ. દૃેશભરમાં રોશની અને આતશબાજી શરૂ થઈ ગઈ, અને લોકો સંગીત પર નાચી રહૃાા હતા.
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં દૃેશની સૌથી ઊંચી ઇમારત, સ્કાય ટાવર છે. લોકોએ આ ટાવર પર ફટાકડા ફોડીને ૨૦૨૬નું સ્વાગત કર્યું. અવિરત વરસાદૃ છતાં, લોકો ઉત્સાહમાં રહૃાા અને નાચતા અને ધમાકેદૃાર રહૃાા. આ સાથે, ઓકલેન્ડ નવા વર્ષની ઉજવણી કરનાર વિશ્ર્વનું પ્રથમ મુખ્ય શહેર બન્યું.
ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ઘડિયાળોના કાણા મધ્યરાત્રિના ૧૨ વાગ્યાની સાથે જ, સમગ્ર દૃેશમાં પાર્ટીનો માહોલ છવાઈ ગયો. સિડનીના વિશ્ર્વ-પ્રસિદ્ધ ઓપેરા હાઉસની રોશનીનો ફોટો વિશ્ર્વને મોહિત કરી રહૃાો છે.
એ નોંધનીય છે કે દૃક્ષિણ પેસિફિકના દૃેશો નવા વર્ષનું સ્વાગત કરનારા વિશ્ર્વમાં પ્રથમ છે. આશરે ૧.૭ મિલિયનની વસ્તી ધરાવતા ઓકલેન્ડમાં, મધ્યરાત્રિએ ઉજવણી શરૂ થાય છે. દૃરમિયાન, દૃેશની પશ્ર્ચિમ ધાર પર આવેલા ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ૧૮ કલાક પછી શરૂ થાય છે.

રિલેટેડ ન્યૂઝ