રાજસ્થાનમાં ૧૫૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ લઈ જતી કાર ઝડપાઈ

દિૃલ્હી બ્લાસ્ટ્સ સાથે જોડાયેલ વિસ્ફોટક રાજસ્થાન પહોંચ્યા

બ્ો શખ્સોની ધરપકડ, યુરીયાની બ્ોગમાં ૨૦૦ વિસ્ફટક બ્ોટરી, તથા ૧૧૦૦ મીટર વાયરોના બંડલ પણ મળ્યા

રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે માત્રામાં વિસ્ફોટક મળી આવ્યું હતું. માહિતી અનુસાર પોલીસે એક કારમાંથી આશરે ૧૫૦ કિલો જેટલું એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. આ ઉપરાંત પોલીસે ૨૦૦ વિસ્ફોટક બેટરી અને ૧૧૦૦ મીટર જેટલું વાયર પણ કબજે લીધું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ટોંકના ડીએસપી મૃત્યુંજય મિશ્રાએ કહૃાું કે એક મારુતિ સિયાઝ કારમાંથી આ વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે બે આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરી દૃેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર દૃેશમાં ૨૦૨૫ની વિદૃાય અને નવા વર્ષ ૨૦૨૬ના આગમનને લઈને અનેક કાર્યક્રમ-પાર્ટી યોજાવાના છે જેના પગલે કોઈ અણગમતી ઘટના ન બને તેવા ઉદ્દેશ્યથી પોલીસે કડક હાથે પેટ્રોિંલગ-તપાસ શરૂ કરી દૃીધી છે. આરોપીઓની ઓળખ સુરેન્દ્ર ભંવરલાલ (૪૮) અને સુરેન્દ્ર દૃુલીલાલ મોચી (૩૩) તરીકે થઇ હતી. બંને કરવર બુંદૃીના રહેવાશી હતા. પોલીસે બંનેને પકડી પાડીને વિસ્ફોટક લાવ્યા ક્યાંથી અને ક્યાં લઇને જઇ રહૃાા હતા તે દિૃશામાં તપાસ શરૂ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ