અમરેલી જિલ્લાના ભાજપ અગ્રણીનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ખળભળાટ

પુત્રે વ્યાજખોરો પાસેથી 11.25 કરોડ વ્યાજે લીધા હોઇ સતત ધમકીથી સુસાઇડનું મન બનાવી લીધું હોવાનો પિતાનો આક્ષેપ: અરજીના આધારે પોલીસે ગુમ થયેલ યુવકને શોધવા તજવીજ હાથ ધરી

અમરેલી જિલ્લા ભાજપનાં આગેવાન અને સાવરકુંડલાના વતની અને ઉદ્યોગપતિ અને બિલ્ડરનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયાની ઘટના સામે આવતા સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
આ બનાવમાં જાણવાં મળતી વિગત મુજબ સાવર કુંડલા ગામે નેસડી રોડ ઉપર આવેલ પરિમલ વિભાગ 2 સમજુબા ભુવનમાં રહેતાં અમરેલી જિલ્લા ભાજપનાં આગેવાન અને સાવરકુંડલાના ઉદ્યોગપતિ અને બિલ્ડર સુરેશભાઈ પાનસુરીયાના હાલ વડોદરા ખાતે સ્થાયી પુત્ર રવિ સુરેશભાઈ પાનસુરીયા ગત તા 31 ના રોજ અચાનક સાવરકુંડલામાંથી ગુમ થતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે.
આ બનાવ અંગે પરિવાર દ્વારા ગત રાત્રે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રવિ પાનસુરીયા ગુમ થયાની લેખિત અરજી આપવામાં આવી છે. આ બનાવ અંગે સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસથી કંટાળી રવિ પાનસુરીયાએ પગલું ભરવાનું મન બનાવી લીધું હતું.
આ પહેલા તેમણે સુસાઇડ નોટ લખી અને એક વિડિઓ બનાવીને વ્યાજખોર ના ત્રાસથી પગલું ભરતો હોવાની વીડિયોમાં વાત કરી છે. સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, દીક્ષિત પટેલ સહિત કુલ 16 લોકો પાસેથી રવિ પાનસુરીયાએ રૂપિયા 11.25 કરોડ લાખ વ્યાજે લીધા હતા. આ રકમ સામે વ્યાજખોરોએ રવિ પાનસુરીયા પાસેથી અંદાજે 4-38 કરોડની મિલ્કતોના દસ્તાવેજ કરાવી લીધા હોવાનું પણ જણાવાયું હતું. વધુમાં તેમાંથી 3-88 કરોડ રૂપિયા છઝૠજ મારફતે પરત ચુકવ્યા હોવા છતાં હજુ પણ 2-97 કરોડ બાકી હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. બાકી રકમ સામે વ્યાજખોરો દ્વારા 15 કરોડ રૂપિયા જેવી મોટી રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે તેના કારણે રવિ પાનસુરીયા પર સતત માનસિક દબાણ અને ત્રાસ વધતો ગયો હતો.
તેઓ વધુમાં જણાવેલ છે કે દીક્ષિત પટેલ અગાઉ ગઈંઝ એક્ઝામ કાંડમાં આરોપી તરીકે સાબરમતી જેલમાં બંધ હતો તે દરમિયાન તેની પત્ની અને પુત્ર દ્વારા પણ ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ બનવાનાં પગલે હાલ સાવરકુંડલા ટાઉન પોલીસે અરજીના આધારે ગુમ થયેલા યુવકની શોધખોળ અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. યુવક સલામત મળી આવે તેવી પરિવારજનો આશા રાખી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ