દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ફેસ્ટીવેલ જે ઘોઘલા બીચ ઉપર તા. પાંચ જાન્યુઆરી ના રોજ પ્રારંભ થશે. આ પહેલા પણ દીવમાં બે બીચ ફેસ્ટીવલ યોજાયેલા છે. આ વખતના બીચ ફેસ્ટીવલમાં દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશના 1300 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ ખેલાડીઓ સાથે સાથે કોચ અને અનેક મુખ્ય મહેમાનો પણ હાજર રહેશે. આ ખેલાડીઓ દસ દિવસ સુધી દીવમાં ખુબ જ સારી રીતે રહી શકે અને બીચ ફેસ્ટીવલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે દીવ કલેકટર રાહુલ દેવ બુરા સાહેબ ના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વમાં દીવની તમામ હોટેલો, રીસોર્ટમાં રુમ ફાળવેલા છે. આ રુમમાં તેમને બેસ્ટ સુવિધા મળે તે માટે પ્રશાસનની એક ટીમ દરેક હોટેલોમાં જઇ અને દરેક રુમનું નિરીક્ષણ કર્યુ અને હોટેલ સંચાલકોને જરુરી સુચનોએ આપી કે આ દરેક ખેલાડીઓને સારી સુવિધા આપવી અને દીવ પ્રશાસન ને સહકાર આપ્યો ખાસ કરીને આ હોટેલ, રિસોર્ટ સંચાલકો દીવ પ્રશાસનને સહકાર આપવા દરેક સમયે ઉપલબ્ધ રહે છે.
રિલેટેડ ન્યૂઝ
-
મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતમાં પ્રથમ વખત ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ (TTVR) કર્યું, હાઈ રિસ્ક દર્દીને મળ્યું નવજીવન
મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ (TTVR) સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે.... -
અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારી સાથે વિયેતનામમાં ઇન્ટરનેશનલ ફ્રોડ: પૂર્વી શાહની ’ચીટીંગ ફેક્ટરી’ ખુલ્લી પડી!
પરીખ હોલિડેઝ સ્કેમ: પૂર્વી શાહે મુકેશભાઈ શેઠને નકલી વિઝા આપી વિદેશમાં ફસાવ્યા, કાયદેસરની કાર્યવાહી શરૂ: સાવધાન!... -
નૂતન વર્ષ 2026ના મંગલ પ્રારંભે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના...
