અનુસુચિત સમાજે ન્યાય નહી મળે તો આંદોલનની પો. કમિશ્નરને આપી ચીમકી
સરધારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર આરોપી નહીં પકડાય તો રાજ્ય વ્યાપી આંદોલન કરવાની સમસ્ત અનુસૂચિત જાતિ સરધાર દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરાઈ છે. સીસીટીવી ફુટેજ ચેક કરી કે લોકેશન ટ્રેસ કરી આરોપીઓને પકડવામાં ન આવતાં હોવાનો પોલીસ પર આક્ષેપ કરાયો છે. સમસ્ત અનુસૂચિત જાતિ સરધાર દ્વારા પોલીસ કમિશ્નર સંબોધી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગઈ તા.22 ના સરધારમા આવેલ ડો.બી. આર.આંબેડકર બુધ્ધ વિહારમાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં તોડી પાડી ગુમ કરેલ તે બાબતે ફરીયાદ થયેલ તેના આરોપીઓ આજ સુધી પકડથી દુર છે અને તપાસમાં આરોપીઓ સહયોગ આપતા ન હોય પોલીસ તંત્ર ધ્વારા જાણી જોઈ તપાસમાં બેદરકારી દાખવતા હોય તેવુ લાગે છે. બનાવની જગ્યાએ 5 થી વધુ સીસીટીવી કેમેરા લાગેલા હોય તો પણ ફુટેજ ને ચેક કરવામા નથી આવ્યા કે આરોપીઓને લોકેશન દ્વારા ધરપકડ કરવામાં નથી આવતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાંના ફરતે લગાવેલ ડોમ્સવાળા કોણ હતા તે તપાસ કરવામા આવતી નથી. સીસીટીવી કોણે લગાવ્યા તે શોધ કરવામાં આવતી નથી. તેમજ બૌધ્ધ વિહારમાં તુટેલા અવશેષો કુવામાં દાટી દીધા હોય ત્યા અવશેષો પડયા હોવા છતા કૂવો ખોદવામાં આવતો નથી. જે.સી.બી. વાળા કોણ હતા તેને શોધવામાં આવતા નથી. પતીત પાવન સ્વામીની સાથે આવનાર સુરેશભાઈ ભાનુભાઈ આહીરની પુછપરછ કરવામાં આવતી નથી. જેસીબી.નો ડ્રાઈવર સુરેશ આહીર પર શંકા છે. સુરેશભાઈ આહીર તેમજ ગુજરાત ટ્રેન્ડ વાળો પ્રિતેશ રામાણી અને પતીત પાવન સ્વામી પર અગાઉ પણ આ જમીન બળજબરી પુર્વક કબજો કરવો તેમજ મારામારીની ફરીયાદ થયેલ છે. તેઓ પણ આ કામમાં સામેલ છે તેવી શંકા હોવાથી તેઓનુ બનાવ વખતેનુ લોકેશન અને કોલ ડીટેઈલ કઢાવવી તેમનુ નિવેદન લેવામા આવતા નથી.વિશેષમાં ઉમેર્યું કે, તુરંત મુખ્ય આરોપીઓની અટક કરી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં શોધી આપે નહી તો ગુજરાત ભરમાં જલદ આંદોલનો કરવાની અમોને ફરજ પડશે અને કાયદો વ્યવસ્થા ખોરવાશે. તેમજ 48 કલાકની સમય મર્યાદામાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત ભરના તમામ નાના મોટા સંગઠનો રોડ રસ્તા પર આવશે તેની તમામ જવાબદારી પોલીસની રહેશે.
