મગજ પર ભુલથી હુમલો કરતાં રોગ પ્રતિકારક કોષો દ્વારા થતા રોગ અતિશય જોખમી હોય છે : ડો.મુકેશ
ઉના તાલુકાના બે દર્દીનું નિદાન કરી સારવાર આપી જીવન બક્ષ્યું
એન્સેફાલીટીસ, કારણે ગમે તે હોય, માનવ જીવન માટે જોખમી હોઈ શકે છે, અને લાંબા ગાળાની ગૂંચવણો અને તબીબી સમસ્યાઓનું કારણ બની શકે છે. સારવાર કારણ પર આધાર રાખીને ઈ બદલાય છે, પરંતુ એન્સેફાલીટીસ ધરાવતા મોટાભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે જેથી તેઓ જીવન સહાયક પગલાં સહિત સઘન સારવાર મેળવી શકે.આ રોગ લક્ષી બે દર્દી ની સારવાર ઉનાનાનામાંકિત તબીબી મુકેશભાઈ બલદાણીયા એ સારવાર આપી નવું જીવન બક્ષ્યું હતું
ઉનાના રહેવાસી રમજાનભાઈ ને તાજેતરમાં એક અત્યંત દુર્લભ પરંતુ ગંભીર રક્તસંબંધિત રોગ મેટહિમોગ્લોબિનેમિયા નું નિદાન કરવામાં આવ્યું હતું.
આ રોગમાં રક્તનું હિમોગ્લોબિન શરીરના અંગો સુધી ઓક્સિજન યોગ્ય રીતે પહોંચાડી શકતું નથી, જેના કારણે દર્દીમાં હોઠ અને નખમાં નીલાશ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, ચક્કર અને ગંભીર સ્થિતિમાં બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે.આ રોગ સામાન્ય રીતે દવાઓના આડઅસર, નાઇટ્રેટયુક્ત પાણી, કેમિકલ્સ અથવા ક્યારેક જન્મજાત કારણોસર થાય છે. તબીબી આંકડા મુજબ આ રોગ સામાન્ય વસ્તીમાં અંદાજે એક લાખમાં એકથી પણ ઓછા લોકોમાં જોવા મળે છે.દર્દીનું સમયસર નિદાન કરી અન્નપૂર્ણા હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવી હતી. હાલ દર્દીની તબિયત સ્થિર છે.આ પ્રસંગો મા કોઈ વ્યક્તિમાં ઓક્સિજન આપ્યા છતાં ચામડીની નીલાશ દૂર ન થાય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જોઈએ.
આવોજ અન્ય એક ગંભીર રોગ ની સારવાર બોડીદર ગામની ખુશાલી નામની યુવતીને અચાનક ઊંચો તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, માનસિક સ્થિતિમાં બદલાવ, ત્રાંસી આંખ,ખેંચ અને આંચકી,હાથ અને પગ પણ ચલાવી ન શકાય તેવી સ્થિતિ જેવી ગંભીર તકલીફો થતાં તેને તાત્કાલિક ઉના ની અન્નપૂર્ણા હોસ્પિટલ મા દાખલ કરવામાં આવી હતી.તબીબ મુકેશભાઈ બલદાણીયા એ વિસ્તૃત તપાસ બાદ દર્દીમાં ઇંજટ ઊક્ષભયાવફહશશિંત (ઇંયિાયત જશળાહયડ્ઢ ટશિીત ઊક્ષભયાવફહશશિંત) નામના દુર્લભ પરંતુ જીવલેણ ન્યુરોલોજીકલ રોગનું નિદાન કર્યું આ રોગ દર વર્ષે લગભગ 10 લાખ લોકોમાં 1 થી 2 વ્યક્તિમાં જોવા મળે છે, એટલે કે તેની શક્ષભશમયક્ષભય ખૂબ ઓછી છે, પરંતુ ગંભીરતા ખૂબ વધારે છે. ડો. મુકેશ બલદાણીયા ના જણાવ્યા મુજબ, સમયસર સારવાર ન મળે તો ઇંજટ ઊક્ષભયાવફહશશિંતમાં મૃત્યુદર (ખજ્ઞિફિંહશિું) લગભગ 70% સુધી હોઈ શકે છે, જ્યારે સમયસર યોગ્ય એન્ટિવાયરલ સારવાર (અભુભહજ્ઞદશિ) શરૂ કરવામાં આવે તો મૃત્યુદર ઘટીને 10-20% સુધી આવી જાય છે.આ રોગમાંથી બચેલા દર્દીઓમાં પણ ખજ્ઞબિશમશિું તરીકે યાદશક્તિમાં ઘટાડો, રશતિંઆવવાની શક્યતા, વર્તન બદલાવ તથા માનસિક ક્ષતિ જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. તેથી વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર અતિ આવશ્યક ગણાય છે. ડો. મુકેશ બલદાણીયાએ જણાવ્યું હતું કે,જો કોઈ દર્દીમાં તાવ સાથે બેભાનપણું, રશતિં, ગભરાટ કે વર્તનમાં બદલાવ જોવા મળે તો તુરંત જ ઇંજટઊક્ષભયાવફહશશિંતની શક્યતા ધ્યાનમાં લઈ તપાસ કરાવવી જોઈએ. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી દર્દીનો જીવ બચાવી શકાય છે.સમયસર સારવાર મળવાથી હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે અને સુધારાની દિશામાં આગળ વધી રહી છે.
એન્સેફાલીટીસ કેવી રીતે શરૂ થાય છે ? : ડો. મુકેશ
તે વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ અથવા મગજ પર ભૂલથી હુમલો કરતા રોગપ્રતિકારક કોષો દ્વારા થઈ શકે છે .એન્સેફાલીટીસ તરફ દોરી જતા વાયરસ મચ્છર અને ટિક જેવા જંતુઓ દ્વારા ફેલાય છે. જ્યારે મગજ માં ચેપને કારણે બળતરા થાય છે, ત્યારે તેને ચેપી એન્સેફાલીટીસ તરીકે ઓળખવામાં આવે છે. લોકોમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ચેપના ચિહ્નો વિકસે છે, જેમાં મગજની બળતરા (એન્સેફાલીટીસ) અથવા મગજ અને કરોડરજ્જુની આસપાસના પટલ (મેનિન્જાઇટિસ)નો સમાવેશ થાય છે. લક્ષણોમાં ગરદનમાં જડતા, મૂંઝવણ, દિશાહિનતા, ચક્કર, ધ્રુજારી અને અસ્થિરતા નો સમાવેશ થઈ શકે છે . ગંભીર કિસ્સાઓમાં કોમા વિકસી શકે છે.
ચક્કર મગજથી છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
ચક્કર આવવા એ મગજની ગાંઠનું સામાન્ય લક્ષણ નથી .ચક્કરના મોટાભાગના કિસ્સાઓ કાનની અંદરની સમસ્યા, એનિમિયા, ડિહાઇડ્રેશનઅથવાઅમુકદવાઓ લેવાથી સંબંધિત હોય છે. ક્યારેક, ચિંતાઅથવાહતાશા પણ ચક્કર લાવી શકે છે.ઇસ્કેમિક સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે લોહીનો ગંઠાઈ જવાથી અથવા પ્લેકનો ટુકડો મગજની મહત્વપૂર્ણ રક્ત વાહિનીઓમાંની એકને અવરોધે છે. ઇસ્કેમિક સ્ટ્રોક હેમોરહેજિક સ્ટ્રોક કરતાં વધુ સામાન્ય છે અને સ્ટ્રોકની બધી ઘટનાઓમાં 85% થી વધુનો હિસ્સો ધરાવે છે.આવી ગંભીર રોગ ની સારવાર કાળજીપૂર્વક આપવામાં આવે તો દર્દી ને બચાવી શકાય છે મોટાભાગે આ સારવાર અમદાવાદ, રાજકોટ,ભાવનગર, મુંબઈ જેવા સીટી મા દર્દી ને મોધી પડતી હોય છે તે સારવાર અન્નપૂર્ણા હોસ્પિટલ ખાતે ડો.મુકેશ બલદાણીયા એ તદ્દન નજીવા ખર્ચે આપી બે દર્દી ને નવું જીવન બક્ષ્યું હતું તેવું તબીબ એ જણાવ્યું છે.
