કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા નગર. કોડિનાર ખાતે ભારત સરકારએ લાગુ કરેલ વિકસિત ભારત ગ્રામીણ જી રામજી અધિનિયમ ની સંક્ષિપ્ત માહિતી માટે નો એક સેમીનાર નું આયોજન કરેલુ મંસસ્થ મહેમાન કોડિનાર તાલુકા વિકાસઅધિકારી બગથરિયા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાં વડા જીતેન્દ્ર સિંહ તથા સરપંચ સંધ નાં પ્રમુખ કનુભાઈ લાખણોત્રા તથા કૃષિનિષ્ણાત રમેશ ભાઈ રાઠોડ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નો તમામ સ્ટાફ ગણ કોડિનાર તાલુકાના દરેક ગામના સરપંચ શ્રી ઓ તથા ગ્રામ પંચાયત બોડીના સદસ્યો આજના સેમિનાર નો મુખ્ય એજન્ડા ભારત સરકાર શ્રી દ્વારા લોકસભા અને રાજ્ય સભામાં પસાર કરેલું નવું વિધેયક બિલ (જી રામજી ) વિશે વિસ્તૃત માહીતી આપેલ. મનરેગા યોજનામાં જે ક્ષતિ જણાય તેનો સુધારો કરી અને નવા (જી.રામજી) યોજનામાં 100દિવસ ને બદલે 125દિવસ રોજગારી આપવાની ગેરંટી આપેલ. તેમજ દરેક કામ નું સ્થળ: ઉપર નુ જીયો ટેકિંગ કરી અને કામ પૂર્ણ થયા પછી ચોક્કસાઈ કરી અને બિલ મંજુર કરવું તદ ઉપરાંત ખેતીવાડી ની ખેડૂતોની સીઝન ચાલું જણાય તે સમયે (જી રામજી) યોજના ચાલુ થશે નહી. આ રીતે યોજનામાં આજના સમય અનુસાર આમૂલ સુધારા કરી અને મંજૂર કરેલ વિકસીત ભારત ગ્રામિણ જી રામજી અધિનિયમ બિલ વિષે છણાવટ કરેલ. સરપંચ સંઘ વતી આજ નવા બિલ ને અમે દરેક સરપંચોએ આવકારેલ. તેમજ દેશના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ નો આભાર વ્યક્ત કરેલ હતો.
રિલેટેડ ન્યૂઝ
-
સાંસદ ખેલ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ જ્ઞાન શક્તિનો ડંકો, પ્રથમ સ્થાન પર ઝળહળ્યું
સાંસદ ખેલ મહોત્સવમાં જિલ્લા લેવલે અને તાલુકા લેવલે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન અમરેલી ખાતે થયું. હતું,... -
ઉનાની પાલડી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું બાલવાટિકાથી ધોરણ 8ના 100 વિદ્યાર્થીએ કૃતિઓ રજૂ કરી
ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળા પી.એમ.શ્રી ખાતે ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું... -
ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ રંગેચંગે ઉજવાયો
સવારથી બપોર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું: મોટી સંખ્યામાં માઈ ભક્તો “અંબે માતકી જે” ના...
