ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળા પી.એમ.શ્રી ખાતે ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 100 જેટલા બાળવૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કૃતિ ઓ રજૂ કરી હતી. માર્ગદર્શક શિક્ષકો તરીકે શાળાના તમામ શિક્ષકોએ જવાબદારી સંભાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શન નિહાળવા માટે ગ્રામજનો, વાલીઓ તેમજ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ વાળાએ તમામ વિદ્યાર્થીઓ આવી જ રીતે પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળામાં યોજાતા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભાગ લે અને તેમની પ્રતિભા બહાર આવે તે તેમની શૈક્ષણિક કારકિર્દીના ઘડતરમાં ઉપયોગી બનશે. નાના અને છેવાડાના ગામના વિદ્યાર્થીઓમાં ધગશ અને આગળ વધવાની ઈચ્છા શક્તિ હોય છે, જેને બહાર લાવવી અત્યંત જરૂરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ રંગેચંગે ઉજવાયો
સવારથી બપોર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું: મોટી સંખ્યામાં માઈ ભક્તો “અંબે માતકી જે” ના... -
ઓખા મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષા સંદર્ભે બેટ દ્વારકા ટાપુ પર સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું
રાજયના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાના ભાગરૂપે શુક્રવારે ઓખા મરીન સેકટરના તમામ મરીન કમાન્ડો... -
બાબરા શહેર વિસ્તારમાંથી અઢાર વર્ષીય દિકરી ગુમ થતા પોલીસે માત્ર અરજી લીધી !
પોલીસ કામગીરીની ગોકળગતિથી પરિવાર વ્યાકુળ બાબરા શહેરમાંથી ગરીબ મધ્યમ પરિવારની એક ની એક અઢાર વર્ષીય પુત્રી...
