રાજયના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાના ભાગરૂપે શુક્રવારે ઓખા મરીન સેકટરના તમામ મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન બેટ દ્વારકા અને આસપાસના સંવેદનશીલ કોસ્ટલ વિસ્તારોમાં મરીન કમાન્ડોઝની અલગ અલગ ટીમો બનાવી ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ઓપરેશન દરમ્યાન દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ અને ફિશીંગ પોઈન્ટ્સ પર બાજ નજર રાખી, ઝીણવટભર્યુ ચેકીંગ કરવામાં કરાયું હતું. આ ઉપરાંત શંકાસ્પદ ઈસમો, વાહનો અને બોટોનું સઘન ચેકીંગ કરી, જરૂરી પુછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે અનિચ્છનિય પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે ટાપુ પર આવેલ નિર્જન અને અવાવરૂ જગ્યાઓનું પણ નિરીક્ષણ કરાયું હતું.આ ઓપરેશનનો હેતુ દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાનો અને સ્થાનીય દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવાનો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
બાબરા શહેર વિસ્તારમાંથી અઢાર વર્ષીય દિકરી ગુમ થતા પોલીસે માત્ર અરજી લીધી !
પોલીસ કામગીરીની ગોકળગતિથી પરિવાર વ્યાકુળ બાબરા શહેરમાંથી ગરીબ મધ્યમ પરિવારની એક ની એક અઢાર વર્ષીય પુત્રી... -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટી દ્રારા ઇ.એન. ટી. સર્જન ડો. સેજલ ભટ્ટનું રાજ્યસભાના સભ્ય રામભાઇ મોકરિયા અને કુલપતિ પ્રોફે. ઉત્ત્પલ જોશીના હસ્તે ગરિમાપૂર્ણ સન્માન
ઈ. એન. ટી. સર્જન ડો. સેજલબેનની મેડીકલ સાયન્સ ક્ષેત્રેની સેવાઓ અનુકરણીય: સાંસદ રામભાઇ મોકરિયા રાજકોટમાં સૌરાષ્ટ્ર... -
સાયબર જાગ્રુતિ અંતર્ગત ઉપલેટા પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ
સાયબર ડાયરામાં લોકોની મોટી હાજરી હાલની મોબાઇલ ટેક્નોલોજી ના સમયમાં સાયબર ફ્રોડ ના બનાવો ખુબજ વધવા...
