બાબરા શહેર વિસ્તારમાંથી અઢાર વર્ષીય દિકરી ગુમ થતા પોલીસે માત્ર અરજી લીધી !

પોલીસ કામગીરીની ગોકળગતિથી પરિવાર વ્યાકુળ

બાબરા શહેરમાંથી ગરીબ મધ્યમ પરિવારની એક ની એક અઢાર વર્ષીય પુત્રી છેલ્લા ચાર દિવસથી ગુમ થતા પરિવારે પોલીસ માં જાણ કર્યા બાદ કોઈ સગડ નહીં મળવા થી પરિવાર વ્યાકુળ બન્યો છે અને પોલીસ તપાસ ત્વરિત થવા ના બદલે કોલ ડીટેલ આવવાની રાહ જોવાઈ રહ્યા નું જાણવા મળે છે
મળતી વિગત મુજબ બાબરા માંથી એક દીકરી ગુમ થતા પરિવાર છેલ્લા ચાર દિવસ થી પોલીસ મથક ના ચક્કર કાપી રહ્યા છે અને પોલીસે માત્ર અરજી લીધા બાદ આજ સુધી ગુમ કે ભગાડી જનાર સામે કોઈ ત્વરિત પગલા ભરવા માં નહીં આવતા વ્યાકુળ બની અને પોલીસ કામગીરી ગોકળગતિ હોવાનું જણાવી રહી છે
પરિવાર ના જણાવ્યા મુજબ પોલીસ પાસે દીકરી વિશે પુછપરછ કરી રહ્યા છીએ ત્યારે માત્ર કોલ ડીટેલ મંગાવી છે આવશે ત્યારે તપાસ આગળ કરીશું આવી ઉડાવ જવાબ મળે છે અને હાલ સાયબર ઇન્ફોર્મેશન ભરેલી દુનિયા માં કોલ ડીટેલ માટે પોલીસ ને આટલો સમય થાય એ વાત વ્યાજબી જણાતી નથી
પરિવાર દ્વારા દીકરી ભગાડી જનાર અને તેના નજીક ના શંકાસ્પદ યુવકો પરિવાર ના નામો પણ આપ્યા છે પરંતુ આજ સુધી તેમની કોઈ સામાન્ય પ્રાથમિક પૂછપરછ પણ નહીં કરવામાં આવતા અને જુદા જુદા વિસ્તાર ના સીસી ટીવી ફૂટેજ પણ નહીં મેળવતા પરિવાર ની ચિંતા વધી છે અને સમય પસાર થતા આગળ ના અજુગતા બનાવો માટે કોણ જવાબદાર આવા પ્રશ્ને પરિવાર ની ચિંતા વધી છે આવનારા દિવસો માં પરિવાર નામદાર કોર્ટ નો આશરો મેળવી અને સર્ચ હુકમ અને વધુ જરૂર પડ્યો હેબિયર્સ દાખલ કરાવી દીકરી ની તપાસ ની માંગ કરવા મજબુર બને તેવી સ્થિતિ નિર્માણ થતી જતી હોવાનું પરિવાર માંથી જાણવા મળે છે

રિલેટેડ ન્યૂઝ