ઈ. એન. ટી. સર્જન ડો. સેજલબેનની મેડીકલ સાયન્સ ક્ષેત્રેની સેવાઓ અનુકરણીય: સાંસદ રામભાઇ મોકરિયા
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટીનાં સભ્યોના સ્નેહ મિલનનો સમારોહ તા.24 ડિસેમ્બર, 2025ના બુધવારના રોજ સાંજે સાડા છ વાગ્યે,સોસાયટીના મનુભાઇ વોરા ઓપન એર થિયેટર,રુદ્રમુખી હનુમાનજી પરિસરમાં રાજ્ય સભાના લોકપ્રિય સદસ્ય રામભાઇ મોકરિયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ.આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રોફે. ઉત્ત્પલ જોશી મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વાગત પ્રવચન સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ કરેલ. આ પ્રસંગે રાજકોટ સીવીલ હોસ્પિટલનાં ઈ. એન. ટી. વિભાગના સિનિયર સર્જન ડો. સેજલબેન ભટ્ટનું તેની મેડિકલ સાયન્સ ક્ષેત્રની સેવાઓને બિરદાવી તેમનું ગરિમાપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.. તેમજ સોસાયટીના મુખપત્ર ઉજાસ 2025નું સાંસદ રામભાઇ મોકરિયા, કુલપતિ પ્રોફે. ઉત્ત્પલ જોશી અને ઉપસ્થિત મહાનુભાવોનાનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સન્માનિત ડો. સેજલબેન ભટ્ટે કોરોના મહામારી વખતે મ્યુકરમાયકોસિસ નાં દર્દીઓની સફળ સર્જરી તેમની ટીમ માટે કેટલી પડકાર રૂપ હતી તેની ટૂંકમાં માહિતી આપી હતી. ઈ. એન. ટી. સર્જન ડો. સેજલબેનની મેડીકલ સાયન્સ ક્ષેત્રેની સેવાઓને સાંસદ રામભાઇ મોકરિયાએ પોતાના અધ્યક્ષીય ઉદબોધનમાં બિરદાવી હતી અને કોરોનાના કપરા કાળ માં સતત બે મહિના સુધી રોજ 15 કલાક સુધી ઓપરેશન કરી અને અનેક રાજકોટ વાસીઓની જાન બચાવી હતી. તે બાબતે તેણે અભિનંદન પાઠવેલા. સોસાયટી છેલ્લા ત્રેપન વર્ષથી ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે તે જાણી રાજીપો વ્યક્ત કરેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ.ચાન્સલર ડો.ઉત્ત્પલ ભાઈ જોષીએ પણ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે આ સોસાયટી સાથે અનેરો નાતો છે… અને છેલ્લા ઘણા વર્ષોમાં સોસાયટી એ હરણફાળ સમી પ્રગતિ કરી છે.. સાથો સાથ તેમણે ડો સેજલબેન ને પણ મેડીકલ સાયન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન આપેલ. આ પ્રસંગે સોસાયટીનાં પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ ઉદ્યોગપતિ સજી મેથ્યુ, સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી , સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના મે. ટ્રસ્ટી અલ્કાબહેન વોરા અને વા. ચેરમેન કૌશિક મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના સ્થાપક મંત્રી યુ. એન. પંડ્યા, એન. એસ. ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ યુ. વી. મણવર, પૂર્વ પ્રમુખ પ્રોફે. પી. એચ. પરસાણીયા, નીલેશભાઈ માંડવીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, કેતનભાઈ એચ. પોપટ ( ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજી), શરદભાઈ જાની, રમેશભાઈ સાકરીયા (રાધિકા સિલ્વર રાજકોટ) વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પકભાઈ ત્રીવેદી, સૌરાષ્ટ્ર એજયુકેશનલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. રાજેશભાઈ કાલરીયા અને અને યુવા એડવોકેટ હાર્દિક જી. ડોડિયાએ કાર્યક્રમની સફળતા ઇરછતા સંદેશા પાઠવ્યાં હતાં.
