જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈક ઉઠાંતરી કરનાર ઝડપાયો

જોગવડ ગામના યુવાનનું ઘરમાં હ્રદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ

જામનગર ના મહિલા કોલેજ રોડ પર થી બાઈક ચોરી થવા પામી હતી. જેમાં એલસીબી પોલીસે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો છે.જામનગરના રામેશ્વરનગર વિસ્તારની પાછળ આવેલી કે.પી. શાહ ની વાડી નજીક ના જલારામ પાર્કમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડ એ ગઈ તા.ર9 ની સવારે મહિલા કોલેજ નજીક જીજે-10-બીએલ 1537 નંબરનું પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યું હતું. ત્યાં થી રૂ.20 હજાર ની કિંમત ના આ વાહન ની ચોરી થવા પામી હતી. આ બનાવ ની તપાસમાં એલસીબી સ્ટાફ દ્વારા પૂર્વ બાતમી ના આધારે ગોકુલનગર નજીકની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા રવિ કાનજીભાઈ ગોહિલ નામના શખ્સની ચોરાઉ બાઈક સાથે અટકાયત કરવામાં આવી છે.
બીજો બનાવ જામનગર પંથક માં યુવાનો માં હૃદય રોગના હુમલા ના કારણે મૃત્યુ નુ પ્રમાણ વધી રહ્યું છે. લાલપુર તાલુકા ના જોગવડ ગામ માં 25 વર્ષના એક યુવક ને પોતાના ઘેર બાથરૂમમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હતું . મૃતક યુવાનના વિસરા લઈને લેબોરેટરી માં મોકલાવાયા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વરા મૃત્યુ અંગેની નોંધ કરવામાં આવી છે.
જામનગર નજીક જોગવડ ગામ ના પાટીયા પાસે રામાપીરના મંદિરની બાજુમાં રહેતો જીવણ મુરુભાઈ કારિયા નામનો 25 વર્ષનો યુવાન, કે જે ગત 8.5.2024 ના રાત્રિના પોતાના ઘેર બાથરૂમમાં ગયા પછી બાથરૂમમાંથી લાંબો સમય સુધી બહાર આવ્યો ન હતો. તેનો દરવાજો અંદરથી બંધ હતો, અને કોઈ અવાજ આવતો ન હતો.
જેથી પરિવારના અન્ય સભ્યોએ દરવાજો ખખડાવતાં ખોલ્યો ન હતો. આથી તે દરવાજો તોડીને અંદર જોતાં જીવણભાઈ બેશુદ્ધ અવસ્થામાં પડ્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના ભાઈ દેવરાજ મુરુભાઈ કારીયા એ પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસે જે તે વખતે જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના વિસરા લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મૃતકના પરિવાર કે જેમાં મૃતક યુવાન ની પત્ની અને દોઢ વર્ષના સંતાન સાથે જોગવડ વિસ્તારમાં રહેતો હતો, અને મજૂરી કામ કરતો હતો.
જે પરિવારનો આશરો છીનવાઈ જતા મૃતક યુવાન નો વીમો ઉતરાવ્યો હોવાથી અન્ય સગા સંબંધીઓ દ્વારા વીમા કંપની નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાં પોલીસ રિપોર્ટ ની જરૂરિયાત હતી.દરમિયાન આ મામલો જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સમક્ષ પહોંચ્યો હતો, અને તેઓએ તાત્કાલિક અસરથી વિસરાના રિપોર્ટ ના આધારે મેઘપર પડાણા પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુ અંગે નોંધ કરી તેનો રિપોર્ટ જાહેર કરવા જણાવ્યું હતું, જેથી મેઘપર પડાણા પોલીસ મથકમાં ગઈકાલે અકસ્માત મૃત્યુ નોંધ કરવામાં આવી છે. મૃતકનું હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ