વીમા ક્ષેત્રમાં મિસ-સેલીંગ ગંભીર ચિંતાનો વિષય: ઈરડા ગ્રાહકનો વીમો ઉતારવામાં આવે છે કે શીશામાં ઉતારાય છે?: પોલિસીના ‘ખોટા વેચાણ’ની ફરિયાદો

ઈુસ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા)એ પોતાના નવા વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યુ છે કે વીમા ક્ષેત્રમાં ‘ખોટા વેચાણ’ એક ગંભીર ચિંતાનો વિષય છે.
રિપોર્ટ અનુસાર જીવન વીમા કંપનીઓ સામે ‘અનુચિત વ્યાવસાયિક વ્યવહાર’ (યુએફબી5) અનુસાર નોંધાયેલી ફરિયાદોની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં 23335થી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 26667 થઈ ગઈ છે, ‘ખોટા વેચાણ’નો અર્થ ગ્રાહકોને નિયમ, શરતો કે યોગ્યતાના બારામાં સાચી જાણકારી આપ્યા વિના વીમા ઉત્પાદનોનું વેચાણ કરવાનો છે. ઈરડાએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ખોટા વેચાણને રોકડા કે ઘટાડવા માટે વીમા કંપનીઓને પ્રોડકટની યોગ્યતાનું આકલન કરવા, વિતરણ ચેનલ પર ઉચિત નિયંત્રણ લાગુ કરવા અને ખોટા વીમા વેચાણની ફરિયાદોના સમાધાન માટે યોજના બનાવવાની સલાહ આપવામાં આવી છે.
નાણા મંત્રાલયે પણ વીઝા પોલિસીઓના ‘ખોટા-વેચાણ’ પ્રત્યે વારંવાર ધ્યાન દોર્યું છે. ખોટા વેચાણના કારણે હંમેશા ગ્રાહકો પર પ્રીમીયમનો બોજ વધી જાય છે. રિપોર્ટમાં સ્પષ્ટ છે કે કંપનીઓ જો જડ સુધી તપાસ કરશે તો ગ્રાહકોનો ભરોસો વધશે અને ફરિયાદો ઘટશે, પરંતુ હાલ આંકડા બતાવે છે કે પડકારો યથાવત છે. ઈુસ્યોરન્સ પેનેટ્રેશન એટલે કે જીડીપીની તુલનામાં વીમા પ્રીમિયમના ટકા 2024-25માં 3.7 ટકા પર જ અટકી રહ્યું છે. આ દુનિયાના સરેરાશ 7.3 ટકાથી ઘણું ઓછું છે.

રિલેટેડ ન્યૂઝ