નવી સિસ્ટમથી ઝડપી કામગીરી થતી નથી, જુની સિસ્ટમ શરૂ કરવા માંગ
રાજુલા નગરપાલિકામાં જન્મ મરણ દાખલા કાઢવા માટે મહિલાઓ પુરુષો બાળકોને સાથે તેડીને સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહેતા હોવા છતાં દાખલા નીકળતા નથી અને લોકોમાં ભારે રોષ છે આ અંગે તપાસ કરતા ઓપરેટરને મળતા ઓપરેટ રે જણાવ્યું કે ચાર મહિનાથી ઓફ ગૃહ વિભાગ દ્વારા વહીવટ ગાંધીનગરથી થતો હતો જેથી સિસ્ટમમાં પણ કાંઈ ફેરફાર હોય તો જુના રેકોર્ડ આધારે તરત જ દાખલા કાઢી આપવામાં આવતા હતા આ અંગે નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ મયુર દાદાનો સંપર્ક કરતા જણાવ્યું કે કે પહેલા ગાંધીનગર થી ગુજરાત સરકાર આ સિસ્ટમ અને તમામ કામગીરી ગુજરાત સરકાર કરતી હતી તે બંધ કરી દીધી હાલ ગૃહ વભાગ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દિલ્હી ભારત સરકાર દ્વારા હાલ સંપૂર્ણ નવી સિસ્ટમ બેસાડવામાં આવી છે અધૂરામાં પૂરું આ સિસ્ટમમાં સર્વર બંધ હોવાથી કલાકના કલાક દાખલા નીકળતા નથી સિસ્ટમમાં પણ સુધારો કરવો હોય તો થતો નથી દિલ્હી કોઈ ફોન નહિ ઉપાડતો નથી ભીડ વધી ગઈ છે આ અંગે નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને જૂની સિસ્ટમ પ્રમાણે ચાલુ કરવામાં આવ.
