ભારતે બાંગ્લાદૃેશ બોર્ડર પર લગાવી ૧૨ ફૂટ ઉંચી સ્માર્ટ ફેન્સિંગ

બાંગ્લાદૃેશમાં વધુ એક હિન્દૃુ યુવકની હત્યા

પાડોશી દૃેશમાં લઘુમતીઓની સલામતીન્ો લઇન્ો ઉભા થઈ રહૃાા છે ગંભીર સવાલ

બાંગ્લાદૃેશમાં અશાંતિ વચ્ચે ભારત્ો અતિ મહત્ત્વની ચિકન ન્ોક સીમા વિસ્તારન્ો અભેદ્ય કિલ્લો બનાવ્યો બાંગ્લાદૃેશમાં સાંપ્રદૃાયિક તણાવ સતત વધી રહૃાો છે. ભીડ દ્વારા લઘુમતી હિન્દૃુઓ વિરુદ્ધ િંહસાના કેસ વધી રહૃાા છે. છેલ્લા ૨૪ કલાકમાં બે હિન્દૃુ યુવકોની હત્યાના કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં નરિંસદૃી જિલ્લામાં એક વેપારીની હત્યા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિૃવસમાં હિન્દૃુની હત્યાનો આ છઠ્ઠો કેસ છે. જે બાદૃ બાંગ્લાદૃેશમાં લઘુમતીઓની સલામતીને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહૃાા છે. ૫ જાન્યુઆરીએ રાત્રિના ૧૦ વાગ્યા બાદૃ હિન્દૃુ વેપારી મોની ચક્રવર્તી પર અજ્ઞાત હુમલાખોરોએ ધારદૃાર હથિયારોથી હુમલો કર્યો.
ઈજાગ્રસ્ત મોનીને હોસ્પિટલ લઈ જવાયો. પણ સારવાર દૃરમિયાન તેણે જીવ ગુમાવ્યો.
ગઇકાલે જ બાંગ્લાદૃેશમાં હિન્દૃુ પત્રકાર રાણા પ્રતાપ વૈરાગીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
બાંગ્લાદૃેશમાં ૬ હિન્દૃુઓની હત્યા થઈ ચૂકી છે. જેમાં મોની અને રાણા પ્રતાપ સિવાય દૃીપુ દૃાસ, અમૃત મંડલ, બજેન્દ્ર વિશ્ર્વાસ, ખોકન દૃાસ સામેલ છે. દૃીપુ દૃાસ પર ઈશિંનદૃાના આરોપમાં ભીડે હુમલો કર્યો હતો અને હત્યા બાદૃ તેના દૃેહને વૃક્ષ પર લટકાવી પેટ્રોલથી આગ લગાવી દૃેવાઈ હતી. હિન્દૃુઓ પર સતત વધી રહેલી િંહસા બાદૃ લઘુમતીઓમાં ભયનો માહોલ છે. આ તમામ કેસમાં કોઈ મોટી ધરપકડની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
બાંગ્લાદૃેશમાં અશાંતિ ઉભી થયા બાદૃ ભારતીય સેના સરહદૃ પર હાઈએલર્ટ છે. ભારતીય સેનાએ હવે બાંગ્લાદૃેશી ઘૂસણખોરોની ભારતીય સરહદૃમાં ઘૂસણખોરી અશક્ય કરી નાખી છે. સીમા સુરક્ષા દૃળ (મ્જીહ્લ)એ અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદૃ સુરક્ષા વધુ મજબૂત કરી દૃીધી છે. આ ક્રમમાં સેનાએ લગભગ ૭૫ ટકા સરહદૃી વિસ્તારમાં નવી ડિઝાઈની ફેન્સિંગ લગાવી દૃીધી છે.
બીએસએફ અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, ભારતીય સેનાએ ભારત-બાંગ્લાદૃેશ પરના સંવેદૃનશીલ વિસ્તારોમાં નવી ડિઝાઈનની ૧૨ ફૂટ ઊંચી ફેન્સિંગ લગાવી દૃીધી છે. આ નવી ડિઝાઈની ફેન્સિંગ કાપવી અશ્કય છે. જો ઘૂસણખોર તે ફેન્સિંગ કાપવાનો પ્રયાસ કરશે તો પણ તેમાં ગણ સમય લાગશે. સૌથી મહત્ત્વની વાત તેની ઊંચાઈ છે. ફેન્સિંગની ૧૨ ફૂટ ઊંચાઈ હોવાના કારણે ઘૂસણખોરી કરવી પણ મુશ્કેલ છે. આ ફેન્સિંગના કારણે હવે ઘૂસણખોરી કરવાના પ્રયાસો અને પશુઓની તસ્કરી જેવી ઘટનાઓમાં ઘટાડો થશે.
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહૃાું કે, ‘ચિકન નેત ક્ષેત્ર ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોની લાઈફલાઈન છે, કારણ કે આ ભાગ ભારતને પૂર્વોત્તર સાથે જોડે છે. આ કારણે સરહદૃ સુરક્ષાને અભૂતપૂર્વ સ્તરે મજબૂત કરવામાં આવી રહી છે. નવી ફેન્સિંગ ઉપરાંત સરહદૃ પર રિયલ-ટાઈમ લાઈવ ફીડ આપતી પૈન-ટિલ્ટ-જૂમ (ઁ્ઢ) કેમેરા લગાવાયા છે, જેમાં ઘૂસણખોરીની માહિતી તાત્કાલીક મળી જશે.
બીએસએફએ ૨૦૨૫માં ૮.૫ કરોડ રૂપિયાના મૂલ્યના પશુઓ, સોનું, ચાંદૃી, વન્યજીવ ઉત્પાદૃન, હથિયારો, દૃારુગોળો અને અન્ય તસ્કરીના સામાન જપ્ત કર્યા હતા. આ સમયગાળામાં તસ્કર અને ટાઉટ્સ સહિત ૪૪૦ બાંગ્લાદૃેશી, ૧૫૨ ભારતીય અને ૧૧ અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી ૧૮૭ બાંગ્લાદૃેશી નાગરિકોને જરૂરી કાયદૃાકીય પ્રક્રિયા પુરી કર્યા બાદૃ બાંગ્લાદૃેશને સોંપી દૃેવાયા હતા.

રિલેટેડ ન્યૂઝ