શિક્ષણમંત્રી – ધારાસભ્ય દ્વારા સન્માન કરાયું
સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરતી અને નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ રાજકોટ માં કથક નૃત્યના શ્રેષ્ઠ અભ્યાસ દ્વારા તૈયાર થયેલ વીરપુરની વિધાર્થીની નૈત્રી રાજેશભાઈ આચાર્યએ રાજકોટ જિલ્લા તથા સૌરાષ્ટ્ર પ્રદેશ પછી ગુજરાત રાજ્ય કક્ષાએ પણ કથ્થક નૃત્યમાં દ્વિતીય નંબરની સિદ્ધિ હાંસલ કરી હતી. આ અગાઉ પણ નૈત્રી આચાર્યએ જિલ્લા કક્ષાએ તેમજ પ્રદેશકક્ષાએ કથ્થક નૃત્યમાં નંબર મેળવી વીરપુરનું ગૌરવ વધાર્યુ હતું, ત્યારબાદ હવે સુરત ખાતે તાજેતરમાં યોજાયેલ ગુજરાત રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં નૈત્રી રાજેશભાઈ આચાર્યએ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં દ્વિતીય નંબર મેળવીને મોંઘીબા સ્કુલ તેમજ ગુરુ ડો.હર્ષાબેન ઠક્કર,નેહલબેન ઠક્કર તથા પલનાબેન ઠક્કર, અને આચાર્ય પરિવાર સાથે શાળા પરિવાર-શાળાના આચાર્ય, તથા સમસ્ત બ્રહ્મ સમાજ અને વીરપુર ગામનું ગૌરવ વધારેલ છે.
