રસ્તા પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર, અકસ્માતનો ભય
ગીરગઢડા તાલુકાના કાંધી ગામના પાટિયા પાસે એક વીજપોલ છેલ્લા ચારથી પાંચ દિવસથી નમેલી હાલત માં છે. ઉના તાલુકાના સામતેરથી ગીરગઢડા તરફ જતા માર્ગ પર આ વીજપોલ પરથી જીવંત વીજ વાયરો લટકી રહ્યા છે, જેના કારણે તે ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય છે.પ્રાથમિક દ્રષ્ટિએ આ વીજપોલ કોઈ વાહન દ્વારા થયેલા અકસ્માતને કારણે નમી ગયો હોવાનું જણાઈ આવે છે. આ જોખમી પરિસ્થિતિને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને લઈ ને જતા સ્કૂલ વાહનો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આટલા દિવસોથી આ સ્થિતિ હોવા છતાં, ઙૠટઈક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું ઙૠટઈક કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. ઙૠટઈક દ્વારા તાત્કાલિક આ વીજપોલ બદલવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
