અમરેલીનાં માર્કેટયાર્ડમાં તમામ વાહનોમાં વિનામૂલ્યે રેડીયમ પટ્ટીઓ લગાવાઈ

રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-ર0ર6 અંતર્ગત રોડ સેફટી કમિશ્નર તેમજ કલેકટર અમરેલીના માર્ગદર્શન હેઠળ એઆરટીઓ અમરેલી, જિલ્લા ટ્રાફિક અમરેલી તથા 108 ટીમ, દ્વારા અમરેલી માર્કેટયાર્ડમાં રોડ સેફટી અંતર્ગત માર્ગદર્શન સેમિનાર તથા યાર્ડમાં આવેલ તમામ વાહનોમાં વિનામુલ્યે રેડીયમ પટ્ટીઓ લગાવવામા આવી હતી.
અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિના મુખ્ય યાર્ડમાં સતત ચોથા વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ અંતર્ગત આ સંસ્થામાં રોડ સેફટી અવરનેસ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અમરેલી જિલ્લા આર.ટી.ઓ. ઓફીસર તથા તેમની ટીમ દ્વારા ખેડુતભાઈઓને તથા વાહનધારકોને વાહન અકસ્માત નિવારવા રોડ સેફટી અંગે ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું.
યાર્ડમાં આવેલ તમામ વાહનોમાં વિનામુલ્યે રેડીયમ પટ્ટીઓ લગાવી આપેલ હતી તથા વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવા મોબાઈલનો ઉપયોગ નકરવા, રોંગ સાઈડ ડ્રાઈવીંગ તથા ઓવર સ્પીડીંગ ન કરવા તથા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરી સહયોગ આપવા તેમજ આ સંદેશો આપના પરિવારને પણ પહોંચાડવા અનુરોધ કરેલ તથા રેડીયમ રીફલેકટર પટ્ટીઓ ફરજિયાતપણે ટ્રેકટર ટ્રોલી, સનેડા, છકડામાં લગાવવા સુચના આપેલ હતી.
વાહન અકસ્માસ્ત થયેથી એક કલાક સુવર્ણ કલાક (ગોલ્ડન અવર) કહેવાય સમયમાં મદદ મળ્યેથી જીંદગી બચી શકે છે. જેથી તરતજ 108ને ફોન કરવો અને આવા વ્યકિતને ગુડ સમરીટન કહેવાય છે અને રાહવીર યોજના હેઠળ કલેકટરના હસ્તે રૂા. રપ હજારના રોકડ ઈનામથી પ્રોત્સાહન અપાય છે. જેથી અકસ્માત થયેથી મદદ કરી માનવતા દાખવી અને જીંદગી બચાવી શકાય છે જે અંગે જાણકારી આપી હતી.
આ સેમિનારમાં 108 ટીમ દ્વારા પ્રાથમિક સારવાર ટ્રેઈનીંગ (સીપીઆર) ડેમોસ્ટ્રેશન સાથે ખૂબજ સરસ રીતે આપવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ