કેરળમાં ભાજપની સરકાર બનાવવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજરોજ કેરળ માટે ભાજપનું અંતિમ લક્ષ્ય જાહેર કર્યું. તેમણે જણાવ્યું કે ભાજપ રાજ્યમાં માત્ર પોતાની હાજરી મજબૂત કરવા માટે નહીં, પરંતુ એક દિૃવસ કેરળમાં ભાજપની સરકાર બનાવવાનો અને પાર્ટીના સભ્યને મુખ્યમંત્રી બનતા જોવા માટે પ્રતિબદ્ધ છે.
તિરુવનંતપુરમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતનારા પ્રતિનિધિઓને સંબોધતા તેમણે આ વાત કહી અને આ શહેરને ભાજપ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું.
અમિત શાહે કહૃાું કે કેરળમાં ભાજપનો રસ્તો સહેલો નહોતો, પરંતુ વર્ષો સુધીના સંઘર્ષ અને કાર્યકરોની મહેનતના કારણે આજે પાર્ટીએ રાજ્યમાં મજબૂત પાયો બનાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ન્ડ્ઢહ્લ અને ેંડ્ઢહ્લ બંને ગઠબંધનોએ કેરળના વિકાસમાં અવરોધ ઉભા કર્યા છે
અને તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપ્યું છે. તેમના મત અનુસાર, કેરળના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે ભાજપની નીતિઓ જ અસરકારક સાબિત થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ