સ્ટાર્ટઅપ ડે પર વડાપ્રધાન મોદૃીનું સંબોધન કોઈને તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે

દિૃલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિૃવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધ્યા હતા.
પીએમ મોદૃીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના ૧૦ વર્ષની ઉજવણીના આ અવસરે ભારતના યુવાનોની જોખમ લેવાની ક્ષમતાના ભારોભાર વખાણ કર્યાં હતા અને પોતાના રાજકીય જીવનના અનુભવો પણ શેર કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સ્ટાર્ટઅપના સ્થાપકો સાથે પોતાની સરખામણી કરતા જણાવ્યું કે, તમારી જેમ મને પણ જોખમ લેવાનું ગમે છે. મેં મારા રાજકીય ભવિષ્યને દૃાવ પર લગાવીને એવા નિર્ણયો લીધા છે જે રાષ્ટ્રીય હિતમાં હતા.
અગાઉની સરકારો જે કામો ચૂંટણી હારવાના ડરથી કે ખુરશી ગુમાવવાના ડરથી નહોતી કરતી, તે મેં મારી જવાબદૃારી સમજીને કર્યા છે.
દૃેશના ફાયદૃા અંગે વડાપ્રધાન મોદૃીએ જણાવ્યું કે, દૃેશ માટે જે જરૂરી છે તે કોઈએ તો કરવું જ પડશે. જો નુકસાન થશે તો મારું જશે, પણ જો ફાયદૃો થશે તો દૃેશના કરોડો પરિવારોનો થશે.
છેલ્લા એક દૃાયકામાં દૃેશમાં આવેલા બદૃલાવ પર ભાર મૂક્યો પીએમ મોદૃીએ જણાવ્યું હતુ કે, આજે ભારતમાં ૧૨૫ એક્ટિવ યુનિકોર્ન છે, જે ૨૦૧૪માં ફક્ત ચાર હતા. આજના સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની રહૃાા છે. આ ખૂબ જ સારા સમાચાર છે. હવે દૃેશનો યુવાન માત્ર માસિક પગારના કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગતો નથી. સમાજમાં પણ હવે રિસ્ક લેનારાઓનું સન્માન થઈ રહૃાું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ૧૦ વર્ષ પહેલાની સ્થિતિ યાદૃ અપાવતા કહૃાું કે, તે સમયે વ્યક્તિગત નવીનતા માટે બહુ જગ્યા નહોતી. પરંતુ હાલમાં સરકારે એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી છે જે નવીનતાને પ્રોત્સાહન આપે છે. ભારતના યુવાનો આજે માત્ર સમસ્યાઓ વિશે વાત નથી કરી રહૃાા, પરંતુ તેના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહૃાા છે. આગામી દૃાયકો ભારતીય સ્ટાર્ટઅપ્સનો રહેશે અને તે ભારતને વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

રિલેટેડ ન્યૂઝ