દવાઓની કિંમતમાં 6 મહિનામાં ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે તેમાં બ્લડ પ્રેસર, ત્વચા, યુરિન, ગોસ, પેટની બીમારી માટેની સિરપ સામેલ છે. રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી દવાઓની કિંમતોમાં 10થી32 રૂપિયાનો વધારો થયો છે, જો કે, કેટલીક દવાઓ જેમકે થાઈરોઈડ વગેરે રોગોમાં ઉપયોગ થતી દવાઓ થોડી સસ્તી થઈ છે.
દવા વેપારીઓના અનુસાર કંપનીઓ મનમાની કરી રહી છે. વર્ષમાં અનેકવાર કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. આવું ત્યારે છે જયારે ડીઝલ-પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો નથી થયો કે ન માલ ભાડું વધ્યું છે. કાચા માલના ભાવો પણ સ્થિર છે.
કેમીસ્ટ એસોસીએશનના વરિષ્ઠ સભ્ય વિકાસ રસ્તોગીનું કહેવું છે કે વારંવાર ભાવ વધવા ખોટું છે. જયારે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે દવાઓને લઈને કોઈ ગતિવિધિ નથી.
