ઘંટીયા પ્રાચીમાંથી જય ભવાની શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય રોડ સેફ્ટી કાર્યક્રમ ઉજવાયો

જય ભવાની શૈક્ષણિક સંકુલ ઘંટીયા-પ્રાચી ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય રોડ સેફ્ટી માસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, હેલ્મેટ, અને સીટબેલ્ટનું મહત્વ, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ તથા રોડ પર સલામત વર્તન અંગે માહિતી આપવામાં આવી હતી.આ અવસરે માર્ગ સુરક્ષા અંગે પોસ્ટર પ્રદર્શન, શપથ વિધિ અને માર્ગદર્શનાત્મક ભાષણ દ્વારા વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિક બનવાની ભાવના વિકસાવવામાં આવી હતી. (તસવીર: હાર્દિક કાનાબાર)

રિલેટેડ ન્યૂઝ