વેરાવળ: મોટર સાઇકલ ચોરનાર તસ્કર ઝડપાયો

વેરાવળ પોલીસે વાહન ચોરીના ગુન્હાના આરોપીને ચોરી થયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર એ મિલકત સંબંધી ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવા સુચના આપતા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી, સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. આર.આર. રાયજાદાની રાહબરી હેઠળ ગત તા.27/12/2025 ના સરકારી હોસ્પીટલ ખાતેથી મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ નં. જી.જે. 03 સીએમ 9159 કિ.રૂા.15000ની ચોરી થયેલ જે ગુનામાં સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનીકલ રીસોર્સ અને હ્યુમન સોર્સિસથી બાતમીના આધારે પિયુષ ભાવેશભાઈ સોલંકી ઉ.વ.19 ધંધો-મજુરી રહે હાલ-પાદરીયામાં તા.જી.જુનાગઢને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ