ગેંગસ્ટરની દિૃકરી મેદૃાને પડી, ‘ઓ રોમિયો ફિલ્મ બેન કરવાની માંગ કરી

શાહિદૃ કપૂરની આગામી ફિલ્મ ’ઓ રોમિયો’ નું પોસ્ટર અને ટીઝર થોડા દિૃવસો પહેલા રિલીઝ થયું હતું. ચાહકોને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાંથી અભિનેતાનો પહેલો લુક ખૂબ ગમ્યો હતો. જોકે, ઓ રોમિયો હવે મુશ્કેલીમાં મુકાયેલો દૃેખાય છે. આ ટીઝર જોયા પછી, ગેંગસ્ટર હુસૈન ઉસ્ત્રાની પુત્રી સનોબર શેખે નિર્માતાઓને ૨ કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે અને સાત દિૃવસનો સમય આપ્યો છે.
અહેવાલ અનુસાર, મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર હુસૈન ઉસ્ત્રાની પુત્રીએ ફિલ્મના નિર્માતાઓ, સાજિદૃ નડિયાદૃવાલા અને વિશાલ ભારદ્વાજને નોટિસ મોકલી છે. નોટિસમાં, દૃાવો કર્યો છે કે ઓ રોમિયો તેના પિતાને નકારાત્મક રીતે રજૂ કરે છે, જેનાથી તેના પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થાય છે. આ નોટિસમાં, તેણે ’ઓ રોમિયો’ના નિર્માતાઓ પાસેથી માત્ર ૨ કરોડ રૂપિયાનું વળતર જ માંગ્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર, તેણે તેની િંચતાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી ફિલ્મ બંધ રોકવા અને રદૃ કરવાની વિનંતી પણ કરી છે. અહેવાલ મુજબ, તેણે નિર્માતાઓને આ વળતર ચૂકવવા માટે ૭ દિૃવસનો સમય આપ્યો છે.
અહેવાલ મુજબ, ’ઓ રોમિયો’ માં શાહિદૃ કપૂરનું પાત્ર મુંબઈના સૌથી ભયાનક ગેંગસ્ટરોમાંનો એક હુસૈન ઉસ્ત્રાનું છે.

રિલેટેડ ન્યૂઝ