કેટલીક વાર્તાઓ શાંતિથી આગળ વધે છે. તો કેટલીક એવી યોજના સાથે આવે છે જે થોડું વધુ ચતુર, થોડું વધુ સાહસી અને લગભગ અવિશ્વસનીય લાગે. ‘ચણિયા ટોળી’ એવી જ એક વાર્તા છે. સફળ થિયેટ્રિકલ રન બાદ અને 2025ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ તરીકે ઉભરી આવ્યા પછી, ‘ચણિયા ટોળી’ હવે શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે. તેના ડિજિટલ પ્રીમિયર સાથે, શેમારૂમી ફરી એકવાર એવી વાર્તાઓ રજૂ કરે છે જે પરંપરાગત ફોર્મેટથી અલગ છે.
‘ચણિયા ટોળી’માં લોકપ્રિય અભિનેતા યશ સોની સાથે નેત્રી ત્રિવેદી, ચેતન દાહિયા, હીના વરડે, મૌલિક નાયક, સોહની ભટ્ટ, કલ્પના ગાગડેકર, જય ભટ્ટ સહિતના કલાકારો એક એવી વાર્તામાં સાથે આવે છે, જે હેતુ અને રમૂજી બળવાખોરીને સુંદર રીતે જોડે છે. એક માણસની જીવનમાં અર્થ શોધવાની વ્યક્તિગત યાત્રાથી શરૂ થતી કહાની જલ્દી જ એક એવા ગામને બચાવવાના મિશનમાં ફેરવાઈ જાય છે, જે ગંભીર નાણાકીય સંકટમાં ફસાયેલું છે. તે ગામલોકોને આ સ્થિતિમાં મૂકનારા લોકો સાથે છેતરપિંડી કરવાની એક અતિશય સાહસી યોજના ઘડે છે. પરંતુ જે ઝવશક્ષલ ખરેખર દર્શકોને આશ્ચર્યચકિત કરે છે, તે છે ગામની મહિલાઓનો નિર્ભય બદલાવ લાવનારી તરીકે આગળ આવવો અને સમગ્ર યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બનવો.
કારણ કે ક્યારેક, પ્લાન એવો હોય કે કોઈ માને નહીં. ફિલ્મ એક શક્તિશાળી પ્રશ્ન પૂછે છે: જ્યારે સામાન્ય લોકો પોતાનું ભાગ્ય સ્વીકારવા ઇનકાર કરે અને અવિચારી લાગતું કામ કરવાની હિંમત કરે, ત્યારે શું થાય?
