એસ્સાર પોર્ટે વાઇબ્રન્ટ ગુજરાત ખાતે પોતાની દીર્ઘકાલીન વિકાસ યોજનાઓ રેખાંકિત કરી

રાજકોટમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત પ્રદેશીય સંમેલનમાં એસ્સાર ગ્રૂપે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને ભારતની એકીકૃત લોજિસ્ટિક દ્રષ્ટિને આગળ વધારવામાં એસ્સાર પોર્ટની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સંકલિત ભવિષ્યલક્ષી, મલ્ટી-કોમોડિટી પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેની પોતાની દીઘર્ઘકાલીન યોજનાઓની માહિતી પુરી પાડી.
એસ્સાર પોર્ટ્સ હાલમાં ભારત અને યુકેમાં પોર્ટ્સનું સંચાલન કરે છે જેની સંયુક્ત કાર્ગો ક્ષમતા લગભગ 60 મિલિયન ટન છે. ઉપરાંત, કંપની દ્વારા મોઝામ્બિકમાં પણ એક નવા પોર્ટના વિકાસ માટે યોજનાઓ ચાલી રહી છે.
કંપની દ્વારા સંચાલિત તમામ પોર્ટ્સમાં મુખ્ય પોર્ટ ગુજરાતમાં આવેલ સલાયા ટર્મિનલ છે. આ પોર્ટ 20 ખખઝઙઅ ક્ષમતા ધરાવતું ઓલ-વેધર, સંપૂર્ણપણે મેકેનાઈઝ્ડ ડ્રાય બલ્ક પોર્ટ છે જે સૌરાષ્ટ્રનું પ્રથમ અને એકમાત્ર ડીપ-ડ્રાફ્ટ ડ્રાય બલ્ક ટર્મિનલ છે. કંપની આ પોર્ટની ક્ષમતા 50 મિલિયન ટનથી વધારે વધારી તેને એક વૈવિધ્યસભર લોજિસ્ટિક્સ હબમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહી છે. આ પોર્ટ એલએનજી, બાયો-ફ્યુઅલ, ગ્રીન અમોનિયા, ગ્રીન હાઈડ્રોજન અને ક્ધટેનર કાર્ગો હેન્ડલ કરી ભારતને વધુ સ્વચ્છ ઊર્જા તરફ પરિવર્તિત કરવાની પહેલને વેગ આપશે.

રિલેટેડ ન્યૂઝ