ચાંદૃીના ભાવમાં વધારો એ માંગના કારણે નહીં પરંતુ ચીન્ો ચાંદૃીની નિકાસ પર સદૃંતર પ્રતિબંધ મૂક્યો છે અન્ો ત્યાંની કંપનીઓ માટે લાયસન્સ ફરજીયાત કર્યુ છે
છેલ્લા ચાર મહિનાથી ચાંદૃીના ભાવમાં ત્રણ ઘણો વધારો થયો છે અને અત્યારે ચાંદૃીના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. ચાંદૃીના ભાવમાં તોિંતગ વધારો થતા ત્ોના દૃુષ્પ્રભાવ ભારતની અર્થ વ્યવસ્થાની સાથે ભારતના સમાજ પર પડી રહૃાો છે.
આ બાબત વિચારવા યોગ્ય થઇ છે કે, હવે ચાંદૃીના ભાવન્ો કેવી રીત્ો નિયંત્રિત કરી શકાય? ગત સપ્ટેમ્બર માસમાં ભારતના બજારમાં ચાંદૃીનો એક કિલોનો ભાવ આશરે એક લાખ રૂપિયાનો હતો જેનો અત્યારે ભાવ રૂા. ત્રણ લાખથી વધારે છે. શું આ મુજબ ભાવમાં વધારો થતાં ચાંદૃીના આભૂષણોનું બજાર ટકી શકશે? અને ચાંદૃીના દૃાગીના બનાવી રોજગારી મેળવતા સંખ્યાબંધ શ્રમિકોની હાલત કેવી થશે? ચાંદૃીના ભાવ વધવા પાછળ ત્ોની માંગનું કારણ નથી પરંતુ ત્ોની આયાત પર નિયંત્રણ મૂકવામાં આવતા ભાવમાં વધારો થયો છે. ચીન્ો પોતાના દૃેશમાંથી ચાંદૃીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અન્ો ચીનમાં કંપનીઓ માટે લાઇસન્સ ફરજીયાત થયું છે.
ત્ોના કારણે ભારતના બજારોમાં ચાંદૃીના ભાવ નિયંત્રણ બહાર થયા છે. ચીન દ્વારા મૂકવામા આવેલા આ પ્રતિબંધોનું મુખ્ય કારણ ભારત તથા વિશ્ર્વના ઘણા દૃેશોમાં સોલર ઉર્જા, એઆઇ, મોબાઇલનું નિર્માણ વગ્ોરેન્ો ઘટાડવાનો પ્રયાસ છે કારણ કે, આ બધી વસ્તુઓનું ઉત્પાદૃન કરવા ચાંદૃીનો કાચા માલ તરીકે મોટી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. ચીન વિશ્ર્વમાં ચાંદૃીનું ઉત્પાદૃન કરવા વાળો સૌથી મોટો દૃેશ છે.
ભારત માટે આ સ્થિતિ આ માટે વિપરિત છે કે, ઘરેલું બજારમાં વિનિર્માણ ક્ષેત્ર દ્વારા ચાંદૃીની માંગ વધારવામાં આવી હતી બીજી તરફ ભારત પોતાની કુલ ઉપભોકતા ક્ષમતાની ૯૦ ટકા આયાત કરે છે. ચાંદૃીના ભાવમાં થયેલો વધારો ઉત્પાદૃન ક્ષેત્રમાં આવનારા કાચા માલના સ્વરૂપમાં વધુ િંચતા કરાવે ત્ોવો વિષય નથી કારણ કે, મોટા ઔદ્યોગિક ગ્ાૃહો સોલરનું ઉત્પાદૃન અથવા મોબાઇલના ઉત્પાદૃનમાં ભાવ મોંઘો હોય તો પણ ચાંદૃી ખરીદૃી શકે છે.
કારણ કે, ચાંદૃી કાચા માલના રૂપમાં ઉપયોગમાં આવતી મહત્વની વસ્તુ છે બીજી તરફ ચાંદૃીના આભૂષણોનો વ્યવસાય આ વધી ગયેલી િંકમતો પર ટકી શકશે નહીં. ભારતના નાગરિકોમાં હંમેશા સોના કરતાં ચાંદૃીનું આકર્ષણ વધુ હોય છે કારણ કે, ચાંદૃીની પડતર િંકંમત સામાન્ય રીત્ો ઓછી હોય છે આથી ચાંદૃી દૃરેક પરિવારન્ો પરવડતી જણસ માનવામાં આવે છે પરંતુ હાલમાં આ સ્થિતિ બિલકુલ વિપરીત બની ચૂકી છે.
ચાંદૃીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં જો આંકડાકીય ષ્ટિઓ વાત કરવામાં આવે તો કિશોરીઓ તથા મહિલાઓ જે ચાંદૃીના ઝાંઝર, કંદૃોરા, વીંટી વગ્ોરે વસ્તુઓ પહેરે છે ત્ોના ભાવ પણ વધી ગયા છે. આથી હવે દૃેશમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, સામાન્ય પરિવારના લોકો ત્ોમની મહિલાઓન્ો ચાંદૃીની વસ્તુઓ અપાવી શકશે નહીં કારણ કે, ચાંદૃીની પડતર િંકમત રૂા.પાંચ હજારથી વધીન્ો રૂા.૨૦ હજાર થઇ છે.
મતલબ કે હવે ચાંદૃી સામાન્ય માનવીઓની પહોંચની બહાર જતી રહી છે આથી ચાંદૃીનો વ્યવસાય કરતાં વેપારીઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે એક ધારણા મુજબ દૃર માસ્ો બ્ો કિવન્ટલ ચાંદૃી વેચનારા વેપારીઓ હવે દૃર મહિન્ો ૩૦ કિલો ચાંદૃીનું વેચાણ કરી રહૃાા છે. આ સ્થિતિ આવા વેપારીઓ માટે એટલા માટે િંચતાજનક છે કારણ કે, ત્ોમની પાસ્ો પડેલો સ્ટોક હવે વેચાઇ રહૃાો નથી અન્ો વેચાણ કરેલ ચાંદૃીના નાણાં મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. આથી વ્યવસાયનું ચક્ર ભાવમાં જંગી વધારો થતાં અસંતુલિત બન્યું છે આ નકારાત્મક બદૃલાવન્ો લઇ ચાંદૃીનું કામ કરતાં શ્રમિકો બ્ોરોજગારીનો સામનો કરી રહૃાા છે નાના સ્તરે ઘરેલું મહિલાઓ જે ચાંદૃીના વ્યવસાય સાથે સંકળાયેલી હતી ત્ોઓ ચાંદૃીના ભાવ વધતા હવે ત્ોમની પાસ્ો કામ કરવાનો કોઇ વિકલ્પ રહેતો નથી.
ચાંદૃીના આભૂષણોનું ક્ષેત્ર અને ત્ોન્ો લઇ મળતી રોજગારી એ અસંગઠિત ક્ષેત્રની શ્રેણીમાં આવે છે અન્ો એકાએક વિપરિત સ્થિતિનું નિર્માણ થતા શ્રમિકો વધુ મુશ્કેલીમાં મૂકાયા છે આ ક્ષેત્રમાં નાની મોટી રોજગારી મેળવવા શ્રમિકો પાસ્ો હવે પોતાની આર્થિક સુરક્ષા માટે કોઇ ભવિષ્ય નિધિ, વીમો કે અન્ય વિકલ્પ રહૃાો નથી.
વર્ષ ૨૦૨૫માં વૈશ્ર્વિક રાજનીતીન્ો લઇ ભારત ઘણું ભિંસમાં મૂકાયું હતું કારણ કે, શરૂઆતના તબક્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ો ટેરિફની નીતિનો અમલ શરૂ કરતાં ભારતનો આર્થિક વિકાસ દૃર ઘટ્યો હતો પરંતુ બીજી તરફ સરકારે જીએસટીના દૃરોમાં ઘટાડો કરતાં ઘણાં અંશે અમેરિકા દ્વારા લાદૃવામાં આવેલા ટેરિફની અસર ઘટી હતી.
