ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ભારતની પહેલી વનડે શ્રેણી હાર બાદ, ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલે વિરામ ન લેવાનો નિર્ણય લીધો છે. તે પોતાના ફોર્મમાં સુધારો કરવા માટે સખત મહેનત કરવા તૈયાર છે અને હવે ગુરુવારથી રાજકોટમાં શરૂ થનારી રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે પંજાબ માટે રમશે.
નોકઆઉટ પર નજર: આ 26 વર્ષીય આ ખેલાડી પંજાબને રણજી ટ્રોફીના નોકઆઉટમાં લઈ જવાનો પ્રયાસ કરશે. ગિલ ન્યુઝીલેન્ડ સામેની ઘઉઈં શ્રેણીની ત્રણેય મેચમાં રમ્યો હતો. પરંતુ ત્યારથી તેણે આરામ કરવાને બદલે તરત જ રેડ-બોલ ક્રિકેટમાં પાછા ફરવાનું પસંદ કર્યું છે, કારણ કે તે ભારતની ઝ20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી.
“શુભમેને ઘઉઈં શ્રેણી પછી આરામ ન કરવાનો નિર્ણય લીધો છે. ઇન્દોરથી રાજકોટ પહોંચવામાં તેને આઠ કલાક લાગ્યા કારણ કે ત્યાંથી કોઈ સીધી ફ્લાઇટ ઉપલબ્ધ નથી,” પંજાબ ટીમના એક સૂત્રએ જણાવ્યું હતું.
ગિલનો રસ્તો સરળ નહીં હોય: જોકે, રણજી ટ્રોફીમાં પણ ગિલનો રસ્તો સરળ નહીં હોય. પંજાબ હાલમાં ગ્રુપ બીમાં પાંચ મેચમાં 11 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. આ સ્થિતિમાં, બીજા રાઉન્ડમાં સ્થાન મેળવવા માટે તેમને બાકીની બંને મેચ જીતવાની જરૂર પડશે.
ગિલની વાપસી નિ:શંકપણે તેમની બેટિંગને મજબૂત બનાવશે, જે આ સિઝનમાં અત્યાર સુધી અસંગત રહી છે. ઘરેલુ ક્રિકેટ ની હાલની દિગ્ગજ ટીમ સૌરાષ્ટ્ર સામેની આ મેચ ગિલની દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી દરમિયાન ગરદનની ઇજા બાદ આ તેનો પહેલો ક્રિકેટ મેચ હશે, જેના કારણે તે લાંબા સમય સુધી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જવાબદારીઓ છતાં, ભારતીય કેપ્ટને ઘણીવાર ફોર્મ અને મેચ ફિટનેસ જાળવવા માટે સ્થાનિક ક્રિકેટના મહત્વ પર ભાર મૂક્યો છે.
લાંબી ઇનિંગ્સ રમવા માંગે છે: ગિલ એ રણજી ટ્રોફી અંગે નિર્ણય આટલે લીધો કારણ કે તે લાંબી ઇનિંગ્સ રમવા માંગતો હતો. “એવું નથી કે અમે ખરાબ બેટિંગ કરી. એવું છે કે અમે પૂરતી લાંબી બેટિંગ કરી ન હતી. જ્યારે બેટ્સમેન સારી શરૂઆત કરે છે અને તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરતા નથી, ત્યારે તે ખૂબ મુશ્કેલ બની જાય છે. ન્યૂઝીલેન્ડ સામે રવિવારે મળેલી હાર બાદ તેણે પત્રકારોને જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા બે અમારા બેટ્સમેનોએ લાંબી ઇનિંગ્સ રમવી જોઈતી હતી.એ જ તો ફરક હતો તેમના અને આપણા વચ્ચે.” હવે, ચાર દિવસીય રણજી ટ્રોફીમાં, તેને નિ:શંકપણે મેદાનમાં બેટિંગ કરવાની પૂરતી તક મળશે. તેણે નવ વર્ષ પહેલાં બંગાળ સામે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે પોતાની પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. તેણે છેલ્લે 2022માં મધ્યપ્રદેશ સામે ક્વાર્ટર ફાઇનલ રમી હતી, જેમાં તેણે ફક્ત 9 અને 19 રન બનાવ્યા હતા.
