ચેક બાઉન્સના એક કેસમાં સુપ્રિમની મહત્વની ટિપ્પણી
હરિયાણામાં ચાલી રહેલી એક પ્રથા પર ધ્યાન આપતા સુપ્રિમ કોર્ટે હાલમાં જ કહ્યું હતું કે જો કોઇ આરોપીની સજા અગાઉથી જ સસ્પેન્ડ થઇ ચુકી છે. તો તેને અપીલીય કાર્યવાહીમાં નિયમિત રીતે રજુ થવા માટે કહેવું ખોફ છે.
જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે કહ્યું છે. અપીલીય અદાલતમાં અપીલ ઘણીવાર મહિનાઓ અને વર્ષો સુધી પેન્ડીંગ રહે છે અને અનેકવાર સુનાવણી માટે કોર્ટમાં લિસ્ટ થયા પછી પણ તેને અનેક કારણોથી સ્થગિત કરી દેવામાં આવે છે. જેમ કે અપીલ કોર્ટ-આરોપી કે અપીલીય કોર્ટ સામે સુનાવણીની દરેક તારીખે મોજુદ રહેવા માટે કહેવું એ આરોપી માટે બોજ રહેશે અને આ બિલકુલ જરૂરી પણ નથી અને આથી કોઇ ઉદ્ેશ પૂરો પણ નહીં થાય. આ કેસ ચેક બાઉન્સ સાથે જોડાયેલો છે, જેમાં અપીલકર્તાને દોષી ઠેરવાયો હતો. સજા વિરુધ્ધ પોતાની અપીલમાં તેની સજા સસ્પેન્ડ કરવામાં આવી અને જામીન આપવામાં આવ્યા. જો કે બાદમાં અપીલીય અદાલતે જામીન રદ કરી દીધા અને બિન જામીન વોરંટ ઇસ્યુ કરેલું (વકીલોના વારંવાર બદલાવવાના કારણે), અપીલ કર્તાને કસ્ટડીમાં લેવામાં આવેલો અને તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી. આથી દુ:ખી થઇને તેણે હાઇકોર્ટનું કારણ લીધું, હાઇકોર્ટ દ્વારા પસાર સ્ટે ઓર્ડર સામે તેમણે સુપ્રિમ કોર્ટમાં શરણ લીધું હતું. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે એ જોવું ભયાનક અને ચોંકાવનારું છે કે અપીલીય અદાલતે સુનાવણીની દરેક તારીખ પર અપીલકર્તાની હાજરી પર જોર આપ્યું, ખાસ કરીને જ્યારે તે સજા પહેલા જ સસ્પેન્ડ થઇ ચૂકી હતી.
