સાવરકુંડલાના યુવક સાથે રૂ. 14.09 લાખના… સાઇબર ફ્રોડમાં ગુજરાતમાં પ્રથમ વાર નાઇજીરિયન મહિલાને 7 વર્ષની કેદ


અમરેલીની ચીફ જયુડીશિયલ કોર્ટનો ચૂકાદો

સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સાયબર ફ્રોડ કેસમાં નાઇજીર્યન મહિલા આરોપીને 7 વર્ષ કેદની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ અમરેલીની ચીફ જ્યુડિશિયલ કોર્ટ ફટકાર્યો છે.
અમરેલીના સાવરકુંડલા ગામે રહેતાં એક યુવક સાથે અવાર નવાર ફોનના મેસેજમાં વાતો કરી આ વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેમને મોટી રકમની ગીફટની લાલચ આપી બાદમાં આ ગીફટ દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે. જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે. તેમ કહી આ નાઈઝીરીયાની મહિલાએ કુલ રૂા.14,09,000 નો ફ્રોડ કરેલ હતો. ગત તા. 20-7-23 ના રોજ અજાણ્યા મોબાઈલના ધારક તથા ઉપયોગ કરનાર કોઈ અજાણ્યા ઈસમે ભોગવનાર સાવરકુંડલા ગામે રહેતાં પિયુષભાઈ ઠુંમર સાથે અવાર નવાર ફોનના મેસેજમાં વાતો કરી આ વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેમને મોટી રકમની ગીફટની લાલચ આપી બાદમાં આ ગીફટ દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે. જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે. તેમ આ વ્યક્તિને અવાર નવાર ફોન તથા ટેકસ મેસેજ કરી તેમજ આ ભોગ બનનાર વ્યક્તિને કુરીયર કંપની તથા ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો ટેકસ તેમજ કસ્ટમ ડયુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફટનું પાર્સલ છોડાવવા માટે ભોગ બનનારના એસ.બી.આઈ. એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન દવારા કુલ રૂા.14,09,000 બદદાનતથી મેળવી લઈ ભોગ બનનારનો વિશ્વાસ સંપાદન કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી કરેલ જે બનાવ અંગે આ અજાણ્યા મોબાઇલ ફોન ધારક સામે ભારતીય ભારતીય દંડ સંહિતા,1860 ની કલમ-406, 420,467,468,471 તથા આઈ.ટી.એકટની કલમ-66(ડી) મુજબના ગુનાની ફરીયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.જે અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ કેસમાં તપાસ કરનાર પોલીસ ઇન્સ્પે. ડી.કે.વાઘેલા, એ.એમ. પરમાર, ડી.વી.પ્રસાદ, વી.એમ.કોલાદરા, કુસુમ એમ. પરમાર દ્વારાઆ ગુન્હાની તપાસ હાથ ધરેલી હતી.
આ કેસમાં આરોપીએ ડિજિટલ માધ્યમો/ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રૂપિયા14,09,000 લાખ જેવી મોટી રકમનો (ઈુબયિ ઋફિીમ) કર્યાનું સરકાર પક્ષ દ્વારા મજબૂત રીતે સાબિત કરવામાં આવ્યું હતું. કેસ દરમ્યાન રજૂ કરાયેલા ડિજિટલ પુરાવા, દસ્તાવેજી સાક્ષીઓ અને પરિસ્થિતિજન્ય તથ્યો પરથી આરોપીનો ગુનો પુરવાર થયો હતો. આ બનવાનાં ચકચારી કેસમાં સરકાર પક્ષ તરફથી એ.પી.પી. જી.આર.ભાટકીયા દ્વારા અદાલત સમક્ષ કેસની અસરકારક રીતે ડિજિટલ પુરાવાઓની કોર્ટ માં ગ્રાહ્યતા અને ટેકનો-લો આધારિત રજૂઆત કરવામાં આવી હતી. આ બનાવમાં અદાલતે નોંધ્યું હતું કે, આરોપી દ્વારા ટેકનોલોજીનો દુરુપયોગ કરીને કરાયેલ છેતરપિંડી ગંભીર ઈુબયિ ઈશિળયના સ્વરૂપમાં આવે છે.
આ અંગેનો કેસ અમરેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એસ આર.વકાલિયા સમક્ષ ચાલી જતાં આ ચર્ચાસ્પદ ટયજ્ઞિક્ષશભફ અક્ષમયિૂ ઈુબયિ ઋફિીમ કેસમાં મહિલા આરોપી નાઈઝીરીયાની અનીકા લેથોબ્ડને આઈ.પી.સી. કલમ 420 માં 7 વર્ષ ની સાદી કેદની સજા અને રૂપિયા 3000 નો દંડ તેમજ કલમ 467 માં 2 વર્ષ ની સાદી કેદની સજા અને રૂપિયા 2000 નો દંડ તથા કલમ 468 માં 1 વર્ષ ની સાદી કેદ ની સજા અને રૂપિયા 1000 નો દંડ તથા કલમ- 471 માં 1 વર્ષ ની સાદી કેદની સજા અને રૂપિયા 1000 નો દંડ તથા ઈંઝ અભનિીં કલમ-66ઉમાં 3 વર્ષ ની સાદી કેદની સજા અને રૂપિયા 3000 નો દંડ કરવામાં આવેલ છે અને દંડ ના ભરે તો વધુ 1 માસ ની સાદી સજાનો હુકમ કરવામાં આવેલ છે. આરોપી મહિલાની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ