પાંચ વર્ષ પહેલા વાહનમાં લિફ્ટ આપીને અજાણ્યા યુવાનને વૃક્ષ સાથે બાંધી ધોકા મારી પતાવી દેવાયો!

પોરબંદર પોલીસે વર્ષ 2021 ની સાલમાં કુતિયાણાના ધ્રુવાડા નજીક અજાણ્યા વ્યક્તિની મળેલી લાશના ગુનાનો ભેદ ઉકેલ્યો: 30 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે તેવા ઈસમે કરી હતી નશાની હાલતમાં ઘાતકી હત્યા: એ સમયના સીસીટીવી ફૂટેજ સહિત પુરાવા ભેગા કર્યા

પોરબંદરના કુતિયાણા નજીકના વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, એ બનાવ હત્યાનો હતો અને પોલીસે અનડિટેકટ મર્ડરનો ભેદ ઉકેલ ઉકેલીને મેવાસા નેશના નામચીન ઈસમની ધરપકડ કરી છે.
ધ્રુવાળા થી ધ્રુવાળા ગામના પાટીયા નજીક તળાવ પાસે મળેલી અજાણ્યા પુરૂષની લાશ મામલે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ મર્ડર કેસની ગુન્હા પાંચ વર્ષ બાદ પોરબંદર એલ.સી.બી. ટીમ દ્વારા ડીટેક્ટ કરવામાં આવી છે.જુનાગઢ રેન્જ અને પોરબંદર પોલીસની માર્ગદર્શન હેઠળ તપાસકર્તાઓએ સી.સી.ટી.વી. ફુટેજ અને કોલ ડીટેલના આધારે આરોપીને શોધી ઝડપ્યો.આરોપીએ દારૂની નશામાં અજાણ્યા વ્યક્તિને બાંધી રાખી પીડા આપી હત્યા કરી હતી. 2021 ની સાલમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
ગઇ તા.16.6.2021 ના રોજ ધ્રુવાળા થી ધ્રુવાળા ગમના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરૂષ આશરે ઉ.વ.48 ની લાશ મળી આવેલ હોય જે અજાણ્યા પુરૂષની લાશ બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અ.મોત. ક. 174 મુજબ રજી. થયેલ જે મરણજનારની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ મરણજનારને કોઇ પદાર્થ વડે શરીરે માર મારવાથી તેમજ દાઢી અને ગાલ તેમજ શરીર ઉપરની ઈજાના કારણે મરણજનારનું મોત થયેલાનું જણાય આવતા આ બનાવ બાબતે ગઇ તા.14.7.2021 ના રોજ મોત નિપજાવનાર અજાણ્યા ઇસમ વિરૂધ્ધ કુતીયાણા પોલીસસ્ટેશનમાં આઈ.પી.સી.3. 302, 201.જી.પી.એક્ટક.135 મુજબનો અનડીટેકટ મર્ડરનો ગુન્હો રજી. થયેલ.
પ વર્ષથી અનડીટેકટ મર્ડરનો ગુન્હો
આ અનડીટેકટ મર્ડરનો ગુન્હો છેલ્લા પ વર્ષથી અનડીટેકટ હોય. જેથી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયાતથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ આગુન્હો ડીટેકટ કરવા માટે આપેલ સચોટ માર્ગદર્શન અને સૂચના હેઠળ પોરબંદર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર કે કાંબરીયા એલ.સી.બી. ટીમ સાથે મરણજનારની ઓળખ કરવા બનાવ વખતે મેળવેલ સી.સી.ટી.વી.ફુટેજ તથા તપાસના કામે થયેલ કેસ કાગળોનો વધુ અભ્યાસ કરી મોત નિપજાવનાર અજાણ્યા ઇસમને શોધી કાઢવા ટેકનીકલ રાહે તથા અંગત બાતમીદારો મારફતે ઉંડાણપુર્વક તપાસ કરી રહેલ હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલહિમાંશુ મક્કા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને ચોક્કસ અને ખાનગીરાહે આધારભુત મળેલ હકીકત સાથે અગાઉથી મેળવેલ સી.સી.ટી.વી.કેમેરા તથા કોલ ડીટેલ રેકોર્ડ્સસુસંગત જણાતા બનાવ વખતે મોત નિપજાવનાર આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા રહે. મેવાસાનેશ તા.કુતીયાણા જી. પોરબંદરવાળો તેની સાથેના સાહેદો સાથે તા.15/06/2021 ના રોજ જુનાગઢ અગાઉ ત્રણેક મહીના પહેલા પોતાને થયેલ માથાકુટવાળાને મારવા માટે નીકળેલ અને સામાવાળા નહી મળતા જુનાગઢ થી તા.16/06/2021 ની રાત્રે પરત પોતાના ઘરે આવતી વખતે ત્રણ વાગ્યાની આસપાસના સમયે જુનાગઢ જીલ્લાના દડવા ગામના પાટીયા પાસે થી જાહેર રોડ પર જુનાગઢ થી ચૌટા વાંક તરફ ચાલ્યા જતા અજાણ્યા ઇસમને ગાડીમાં બેસાડી પોતાની સાથે પોતાના ઘરે લઇ બેસાડી રાખતા મરણજનાર અજાણ્યો ઇસમ ભાગવા જતા અરજન ઉર્ફે બીડીએ દારૂના નશાની હાલતમાં અજાણ્યા ઇસમને દોરી વડે ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારી સવાર સુધી બાંધી રાખી જમવાનું કે પાણી પણ ન આપી અનેક વખત છુટાહાથે તથા ધોકા વડે માર મારતા અજાણ્યો આધેડ ઉમરનો પુરૂષ ઇસમ મરણ જતા લાશને પોતાના ઘર થી 4-5 કી.મી. દુર પોતાની ગાડી સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડીમાં પાછળની સીટ પર સુવડાવી ધ્રુવાળા થી ધ્રુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં ફેંકી દીધેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થતા અજાણ્યા આધેડ પુરૂષ ઇસમનું મોત નિપજાવનાર આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા ઉ.વ.34 રહે. મેવાસાનેશ તા કુતીયાણા જી.પોરબંદરવાળાને ધોરણસર અટક કરી ગુન્હા સંબંધે વધુ પુછપરછ કરવા તથા ગુન્હામાં વપરાયેલ હથીયાર (લાકડાનો ધોકો) તથા ગુન્હામાં વપરાયેલ કાર તથા અન્ય બાબતેનો જીણવટભરી તપાસ થવા આરોપીના દિન-3 ના રીમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી રણજીતસિંહ દયાતર, મહેશભાઈ શિયાળ, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઇ વરૂ, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા રૂપલબેન લખધીર તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, તથા ડ્રાઇવર કમ હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ ભારવાડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા રોકાયેલા હતા

રિલેટેડ ન્યૂઝ