જમ્મુ કાશ્મીરમાં ભયાનક દૃુર્ઘટના,સેનાનું વાહન ખીણમાં ખાબકતા ૧૦ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરૂવારે ૨૧ જેટલા સ્ૌનિકો સાથેનું ભારતીય સ્ોનાનું વાહન રસ્તાની બાજુમાં ૨૦૦ ફુટ ઉંડી ખીણમાં ખાબકતા સર્જાયેલી દૃુર્ઘટનામાં ૧૦ જવાનો શહીદૃ થયા હતા, ભદ્રવાહ- ચંબા આંતર રાજ્ય માર્ગ પર ખન્ની રોમ પાસ્ો થયેલા આ અકસ્માતમાં ગંભીર રીત્ો ઘાયલ થયેલા જવાનોન્ો સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ભદ્રવાહમાં પ્રાથમિક સારવાર આપીન્ો ખાસ સારવાર ખોટ એરલિફટ કરીન્ો ઉધમપુર હોેસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા દૃુર્ઘટનાનો ભોગ બન્ોલ સ્ોનાના બુલેટપ્રુફ વાહનના ભાગો અલગ થઇન્ો કાટમાળમાં ફેરવાઇન્ો ખીણમાં પડેલા શ્યમાન થાય છે.

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક દૃુર્ઘટના સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરના ડોડાના ભદ્રવાહ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબકતા ૧૦ જવાન શહીદૃ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે ૧૦ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહૃાું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનોને એકલિટ કરવામાં આવ્યા છે.
સેનાના અધિકારીઓએ દૃુર્ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, ગુરુવારે એક સૈન્ય વાહન ૨૦ જવાનોને લઈને ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી ચોકી તરફ જઈ રહૃાું હતું. ત્યારે ડોડા જિલ્લાના ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ વિસ્તારમાં ખાની ટોપ પાસે ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં આ વાહન ખાબક્યું હતું. આ દૃુર્ઘટનામાં ૧૦ જવાનો શહીદૃ થયા છે, જ્યારે અન્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ દૃુર્ઘટનાની જાણ થતાં જ સેના અને પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દૃીધી હતી. સ્થાનિક લોકો પણ પોલીસ અને રેસ્ક્યુ ટીમને મદૃદૃ કરવા માટે આગળ આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન દૃરમિયાન ૧૦ જવાનોના મૃતદૃેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત જવાનોને પણ બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી અનેકની હાલત ગંભીર છે.
આ ત્રણ ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. સેનાએ એક નિવેદૃન જારી કરીને કહૃાું કે, દૃુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘાયલ જવાનોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવામાં આવી રહી છે. જીવ ગુમાવનારા જવાનોના પરિવારોને જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ભદ્રવાહ-ચંબા સ્ટેટ રોડ પર ખન્ની ટોપ પાસે સેનાનું એક વાહન બેકાબૂ થઈને રસ્તા પરથી લપસી ગયું અને લગભગ ૨૦૦ ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું. આ દૃર્દૃનાક અકસ્માતમાં ભારતીય સેનાના ૧૦ જવાનો શહીદૃ થઈ ગયા. જ્યારે કેટલાક જવાનો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ