ટ્રમ્પે દૃાવોસમાં બોર્ડ ઓફ પીસ લોન્ચ કર્યુ

૬૦ દૃેશોન્ો આમંત્રણ મોકલ્યુ: પાકિસ્તાનના પીએમ ઉપરાંત સાઉદૃી અરબ, યુએઇ, કતાર, આર્જેન્ટીના, પરાગ્વે સહિત માત્ર ૨૦ દૃેશો જ હસ્તાક્ષર સમારોહમાં હાજર રહૃાા

૬૦ દૃેશોન્ો આમંત્રણ મોકલ્યુ: પાકિસ્તાનના પીએમ ઉપરાંત સાઉદૃી અરબ, યુએઇ, કતાર, આર્જેન્ટીના, પરાગ્વે સહિત માત્ર ૨૦ દૃેશો જ હસ્તાક્ષર સમારોહમાં હાજર રહૃાા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દૃાવોસમાં યુદ્ધ ઉકેલવા માટે બનાવવામાં આવેલા ’બોર્ડ ઓફ પીસ’ને લોન્ચ કર્યું. તેમણે કહૃાું કે આ બોર્ડનો પ્રારંભિક હેતુ ગાઝામાં થયેલા યુદ્ધવિરામને મજબૂત કરવાનો છે, પરંતુ ભવિષ્યમાં તે અન્ય વૈશ્ર્વિક વિવાદૃોમાં પણ ભૂમિકા ભજવી શકે છે.
વ્હાઇટ હાઉસે આ બોર્ડમાં સામેલ થવા માટે ૬૦ દૃેશોને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ માત્ર ૨૦ દૃેશો જ હસ્તાક્ષર સમારોહમાં હાજર રહૃાા. તેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઉપરાંત સાઉદૃી અરેબિયા, કતાર,યુએઇ, આર્જેન્ટિના અને પરાગ્વેના નેતાઓ હાજર હતા.
ભારતમાંથી કોઈ હસ્તાક્ષર સમારોહમાં સામેલ થયું ન હતું. જ્યારે અમેરિકાના સહયોગી ગણાતા મોટાભાગના યુરોપિયન દૃેશો પણ આ સમારોહમાંથી ગેરહાજર રહૃાા. પહેલા એવું માનવામાં આવતું હતું કે કાર્યક્રમમાં ૩૫ દૃેશોના નેતાઓ સામેલ થઈ શકે છે.

પાકિસ્તાન ગાઝા બોર્ડનું સભ્ય બની રૂા.૯૦૦૦ કરોડ ચૂકવવા તૈયાર!

પાકિસ્તાને કરી ટ્રમ્પની વાહ વાહ

પાકિસ્તાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં શાંતિ સ્થાપવા માટે રચાયેલા બોર્ડ ઑફ પીસમાં સામેલ થવાનું આમંત્રણ સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. પાકિસ્તાનના વિદૃેશ મંત્રાલયે બુધવારે એક નિવેદૃન જારી કરીને વડાપ્રધાન શહબાઝ શરીફના આ બોર્ડમાં સામેલ થવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. આ સાથે, અત્યાર સુધીમાં ૯ મુસ્લિમ બહુમતી ધરાવતા દૃેશો આ બોર્ડને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે.

રિલેટેડ ન્યૂઝ