રૂા.ત્રણ લાખની લાંચ લીધાના કીસ્સામાં અન્ય બે વ્યકિતઓ સામેલ
એક જાગૃત નાગરિક દ્વારા અમરેલી એ.સી.બી. પોલીસમાં ફરિયાદી કરેલ્વ હતી કે, તેઓ ઉપર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હોય, જે ગુન્હાની તપાસ આ કામના આક્ષેપિત જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પે. આર.એમ. રાધનપુરા ચલાવી રહેલ હોય અને આ બનાવના ફરીયાદી વિરુધ્ધ પાસા નહી કરવા તથા અન્ય એક વ્યક્તિના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આ પીએસ.આઈ. તથા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારી આશિષસિંહ ઝાલા વતી ત્રીજા આક્ષેપિત મહુવા તાલુકાના મોણપર ગામે રહેતાં આરીફભાઇ અકબરઅલી રવજાણી (પ્રજાજન)એ લાંચની રકમ રૂપિયા 3,00,000 માંગણી કરેલ હતી.
આ બનવાનાં ફરિયાદી તથા સાહેદ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માંગતા ન હોઇ જેથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરેલ હતો. જે બનાવને લઈ અમરેલી એ.સી.બી.એ છટકું ગોઠવેલ જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત આરીફભાઇ સાથે આક્ષેપિત આશિષસિંહ ઝાલાએ
ટેલીફોનિક ક્ધફર્મેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પે.તથા આશિષસિંહ વતી રાજુલા ગામે આવેલ સહયોગ હોટલ પાસે આરીફભાઇએ લાંચની રકમ રૂપિયા 3,00,000 સ્વીકારી હતી. અને તે સ્થળ ઉપર પકડાઇ ગયેલ હતાં. જ્યારે આ બનવાનાં અન્ય બે આક્ષેપિત સ્થળ ઉપર હાજર નહી મળી આવતા તેમની શોધખોળ આદરેલ છે. આ બનાવમાં ટ્રેપીંગ અધિકારી અમરેલી એ.સી.બી. પોલીસ સ્ટેશનના ઇ.ચા પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.સગર, તથા સ્ટાફના કર્મચારીઓએ કામગીરી કરી હતી. જ્યારે સુપરવિઝન અધિકારી તરીકે ભાવનગર એ.સી.બી. એકમના મદદનીશ નિયામક એસ.એન.બારોટ રહયાં હતાં.
