વોકહાર્ટ હોસ્પિટલ્સના ડો. જિજ્ઞા ગણાત્રાએ ગર્ભવતી સ્ત્રીઓના આરોગ્ય અને જોખમી પ્રસૂતિ (HIGH RISK PREGNANCY) વિશે જાણકારી આપી

આજના જમાનામાં જ્યારે સ્ત્રીઓ અને પુરુષો બંને વ્યવસાય કે નોકરી કરતા હોય છે, ત્યારે મોટાભાગના દંપતિઓ એક કે બે બાળકો હોવાની ઇચ્છા ધરાવે છે. મુશ્કેલીઓ વિનાની ગર્ભાવસ્થા અને સ્વસ્થ બાળકના જન્મ માટે ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ મહિના થી સાતમા મહિના સુધી દર મહિને, સાતમા મહિના પછી દર પંદર દિવસે અને પૂર્ણ સમય નજીક આવતા દર અઠવાડિયે ડોક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી જોઈએ.
સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક, સ્વસ્થ સમાજ, સ્વસ્થ દેશ આ માટે વોકહાર્ટ હોસ્પિટલ પ્રતિબદ્ધ છે. આ અભિયાનના ભાગરૂપે વોકહાર્ટ હોસ્પિટલ્સના ઓબ્સ્ટેટ્રિક અને ગાયનેકોલોજિસ્ટ ક્ધસલ્ટન્ટ ડો. જિજ્ઞા ગણાત્રાએ ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થ્ય વિષે જાણકારી આપી, જેથી માતા અને બાળક બંને માટે સલામત અને સ્વસ્થ ગર્ભાવસ્થા નિશ્ચિત થઈ શકે.
હાઇ રિસ્ક પ્રેગ્નન્સી એટલે ગર્ભાવસ્થા જેમાં પ્રસૂતિ દરમિયાન અથવા પ્રસૂતિ પછીના સમય દરમિયાન માતા તથા બાળકના સ્વાસ્થ્યને જોખમ રહેલું હોય. તેમાં ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓ, જેમનું બ્લડ પ્રેશર વધારે રહેતું હોય, કિડની તથા હૃદયની બીમારી હોય, ગર્ભમાં જોડિયા બાળકો હોય, અગાઉ ગર્ભપાત થયેલો હોય, પ્લેસેંટા નીચે આવેલી હોય તેમજ 35 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આવી સ્ત્રીઓએ તૃતીયક કેર સેન્ટર એટલે કે જ્યાં માતા તથા નવજાત શિશુ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય, તેવી હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવવી જોઈએ.

રિલેટેડ ન્યૂઝ