અમેરિકી ટેરિફનો માર સહન કરી રહેલા ભારતના નિકાસકારો માટે નવા દૃરવાજા ખુલ્યા
ભારત-યુરોપિયન સંઘના ૨૦૦ કરોડ લોકોનું સંયુક્ત માર્કેટ ઉભુ કરવા ટ્રેડ ડીલ
ભારતના કપડા, જ્વલેરી, ફાર્મા, ફુટવેર સહિતના રોજગાર આપતા ક્ષેત્રન્ો યુરોપનું મોટુ બજાર મળશે
ભારતની સત્તાવાર મુલાકાત્ો આવેલા યુરોપીયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન (ડાબ્ો) અને યુરોપીયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા સાથે નવી દિૃલ્હીમાં હૈદૃરાબાદૃ હાઉસ ખાત્ો યોજાયેલી હાઇ લેવલ બ્ોઠકમાં ભારત અન્ો યુરોપ વચ્ચે ૧૮ વર્ષ બાદૃ ઐતિહાસિક મુકત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કરાયા હતા બ્ોઠકમાં ડીલન્ો ફાઇનલ કરતાં પ્ાૂર્વે ત્રણેય ન્ોતાઓ ચર્ચા કરી રહૃાા છે. અને પછીની તસ્વીરમાં ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તક્ષર થયા બાદૃ ત્રણેય ન્ોતાઓ એકબીજાના હાથ પકડીન્ો ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર ક્ષેત્રે ગાઢ સહયોગનો સંકેત આપી રહૃાા છે.
શરાબ-બીયર, મેડિકલ સાધનો, મશીનરી, એવીએશન, ઓટો પરની કસ્ટમ ડ્યુટીમાં મોટો ઘટાડો થશે
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદૃનો પર ટેરિફ મહદૃઅંશે ઘટાડી દૃીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દૃેવામાં આવ્યો છે. આ મધર ઓફ ઓલ ડીલથી ભારતના લોકોને મોટો ફાયદૃો થશે, અનેક વસ્તુઓ સસ્તી થશે તો વેપાર ક્ષેત્રે મોટા લાભથી શક્યતા છે.
શું થશે ફાયદૃો?
કેમિકલ્સ: યુરોપિયન યુનિયનથી આવતા કેમિકલ ઉત્પાદૃનો પર લાગતી ૨૨% ટેરિફ નાબૂદૃ કરી દૃેવાથી, જેથી કેમિકલ ઉત્પાદૃનો સાથે સંલગ્ન વસ્તુઓ સસ્તી થશે.
મશીનરી: યુરોપિયન મશીનરી પર લાગતો ૪૪ ટકા ટેરિફ દૃૂર કરી દૃેવામાં આવશે, જેનાથી કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈનપુટનો ખર્ચ ઘટશે.
આરોગ્ય: મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં ૯૦ ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય. જેનાથી હેલ્થકેરનો ખર્ચ ઘટશે. ભારતની જેનેરિક દૃવાઓ માટે ૨૭ યુરોપિયન દૃેશોના બજારો ખુલશે.
ફાર્માસ્યુટિકલ્સ: ઈેં ફાર્મા ઉત્પાદૃનો પર લાગતા ૧૧ ટકા ટેરિફને નાબૂદૃ કરી દૃેવામાં આવ્યો
વિમાન અને અંતરીક્ષ યાન: આ શ્રેણીમાં લગભગ તમામ ઉત્પાદૃનો પર ટેરિફ હટાવી દૃેવામાં આવ્યો જેથી ઉડ્ડયન અને અવકાશ ક્ષેત્રમાં થશે મોટો
ગ્રીન એનર્જી: આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને ૫૦૦ મિલિયન યુરો આપશે. ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદૃદૃ કરશે.
ફાઈનાન્શિયલ: યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
બેિંક્ધગ: મેરિટાઈમ, બેિંક્ધગ, શિિંપગ સેવાઓ સસ્તી થશે.
ઇલેક્ટ્રોનિક: આ ક્ષેત્રે ટેરિફ ઘટતા હવે મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે
સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદૃનો: લોખંડ, સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદૃનો પર શૂન્ય ટેરિફનો પ્રસ્તાવ છે. આનાથી બાંધકામ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે કાચા માલના ભાવ ઘટશે, જેનાથી ઘર બનાવવાનું કે ઔદ્યોગિક માલ ખરીદૃવાનું સસ્તું થશે.
ઓટોમોબાઈલ સેક્ટરમાં રાહત:
યુરોપિયન કાર: ઈેં થી ભારતમાં આવતી લક્ઝરી કારો પર હાલ ૧૦૦ ટકાથી વધુ ટેરિફ વસૂલવામાં આવે છે જેને તબક્કાવાર ઘટાડીને માત્ર ૧૦ ટકા કરી દૃેવામાં આવશે, પણ તે વાર્ષિક અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદૃા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી મર્સિડીઝ, મ્સ્ઉ કે ઓડી જેવી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.
ખાવા-પીવાની વસ્તુઓ પર થશે અસર
-ઓલિવ તેલ, માર્જરિન અને અમુક વનસ્પતિ તેલ પરના ટેરિફ ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદૃ કરવામાં આવશે.
-યુરોપના ફળોના રસ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર ટેરિફ શૂન્ય કરી દૃેવાશે જેથી તેના ભાવમાં મોટો ઘટાડો આવશે.
-બિયર પર ટેરિફ ઘટાડીને ૫૦ ટકા કરી દૃેવામાં આવશે
-વાઈન પર ટેરિફ ઓછો, હવે માત્ર ૨૦૩૦% ટકા જ વસૂલવામાં આવશે, જેથી યુરોપના દૃેશોથી આવતો દૃારૂ સસ્તો થઈ જશે
-૯૦ ટકા વસ્તુઓ પર ટેરિફ સામાન્ય કરી દૃેવાશે
ભારતે યુરોપિયન યુનિયન માટે બજાર ખૂલ્યું મૂક્યું :
આ મઘર ઓફ ઓલ ડીલથી ભારતે યુરોપિયન યુનિયન માટે બજાર ખૂલ્યું મૂક્યું છે. યુરોપથી આવતી ૯૦ ટકા વસ્તુઓ પર ટેરિફ ઓછામાં ઓછો અથવા તો શૂન્ય ટેરિફ લાગુ પડશે. આનાથી યુરોપિયન નિકાસકારોને વાર્ષિક આશરે ૪ બિલિયન યુરોની બચત થવાનો અંદૃાજ છે, જેનો સીધો ફાયદૃો ભારતીય ગ્રાહકો અને સ્થાનિક ઉદ્યોગોને સસ્તા ભાવો અને સારા ઇનપુટ ખર્ચના રૂપમાં થવાની સંભાવના છે.
ભારતીય નિકાસકારોને થશે તગડો ફાયદૃો :આ વેપાર કરારથી માત્ર વસ્તુઓ સસ્તી થશે જ નહીં, પરંતુ ભારતીય કાપડ, ચામડા અને હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે એક વિશાળ યુરોપિયન બજાર પણ ખુલશે. ભારતીય કપડાં પરનો ટેરિફ નાબૂદૃ થવાથી ભારત બાંગ્લાદૃેશ અને વિયેતનામને પાછળ છોડીને ટેક્સટાઇટલમાં નંબર વન નિકાસકાર બની શકે છે.
યુરોપના ૨૭ દૃેશોમાંથી ૯૦% આયાતો સસ્તી થશે
ગુજરાતના ક્યા ક્યા ઉદ્યોગોન્ો લાભ થશે..?
-ટેક્સટાઇલ અને એપેરલ (કાપડ ઉદ્યોગ)
-કેમિકલ્સ (રસાયણો)
-ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ
(દૃવાઓ અને તબીબી ઉપકરણો)
-એન્જિનિયિંરગ ગુડ્સ
-ઇલેક્ટ્રોનિક્સ
-જેમ્સ અને જ્વેલરી (હીરા અને ઝવેરાત)
ભારત-યુરોપ ટ્રેડની ડીલ સૌથી મહત્ત્વની જાહેરાતો
- મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં ૯૦ ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
- યુરોપના ફ્રૂટ જ્યૂસ પર ૧૦૦%, મશીનરી પર ૪૪% અને કેમિકલ પર ૨૨% ટેરિફ નાબૂદૃ
- યુરોપથી આવતી દૃવાઓ પર ૪૪ ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદૃ કરાશે.
- યુરોપના બિયર પર ૫૦%, લિકર પર ૪૦% અને વાઈન પર ૩૦% ટેરિફ નાબૂદૃ કરાશે
- આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને ૫૦૦ મિલિયન યુરો આપશે.
- યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
- મેરિટાઈમ, બેિંક્ધગ, શિિંપગ સેવાઓ સસ્તી થશે.
- ૨૦૩૨ સુધીમાં ભારત-યુરોપ વેપાર બમણો કરવાનું લક્ષ્ય.
- ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદૃદૃ કરશે.
