ડોળાસા નજીકના નાની-મોટી ફાફણીમાં પ્રજાસત્તાક દિવસે સરકારી કર્મચારીઓનું સન્માન અને લાઈબ્રેરીનું લોકાર્પણ

કોડીનાર તાલુકાના નાની અને મોટી ફાફણી ગામમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે પંચાયત તથા શાળા પરિવારના સંયુક્ત આયોજન હેઠળ વિવિધ સરકારી નોકરીમાં કાર્યરત કુલ 13 કર્મચારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીઆઈ રામ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન નાની-મોટી ફાફણી ગામના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, બન્ને ગામના સરકારી કર્મચારીઓ તેમજ બન્ને શાળાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરીનું લોકાર્પણ કરી તેને જાહેર ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ગામના સર્વાંગી વિકાસ માટે આવા શૈક્ષણિક અને સામાજિક ઉપક્રમો આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક શ્રી રવિભાઈ ચૌહાણ, મનોજભાઈ સોંદરવા અને આયુષીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ શ્રી અરસીભાઈ શિંગડ,ગામના યુવાનો અને શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ