વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડોના ખર્ચાઓને ધડાધડ અપાતી મંજૂરીઓ
જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત – આઠ વર્ષ થી બજેટ માં જોગવાઈઓ કરવામાં આવી રહી છે પરંતુ સ્મશાન નું મહુરત મળતું નથી દરમ્યાન આજ ની બેઠક માં રૂ. 6 કરોડ ના ખર્ચે ચેલા ગામ ના સર્વે નંબર વાળી જગ્યા માં સ્મશાન બનાવવા નો સૈધાંતિક સ્વીકાર કરાયો હતો. આ માટે જિલ્લા કલેકટર દ્વારા જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. જામમનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિન કમિટી ની બેઠક આજે તા. 27-01-2026 ના રોજ નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરસણા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વોર્ડ નં. 4 માં નવાગામ મધુરમ રેસીડેન્સી ના છેડે નદી કાંઠા વાળા રોડ માં સી.સી. રોડ બનાવવા માટે રૂા. 26.83 લાખ , કેબલ ટી. વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા સાઉથ ઝોન વોર્ડ નં. 8, 15 અને 16 માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચ માં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામે વધારાના કામ અંગે રૂા. 26.57 લાખ , વોર્ડ નં. 11, લાલવાડી વિસ્તાર જૈન દેરાસરવાળા 15 મી. પહોળાઈ માં આઈસીઆઈસીઆઈ. બેંક થી મહાપ્રભુજી બેઠક તરફ જતા રોડ સુધી સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂા. 51.36 લાખ , વિધોતેજક મંડળ ને ગ્રાન્ટ ફાળવવા માટે રૂા. 8 લાખ , જામનગર – લાલપુર રોડ પર ચેલા ગામ ના સર્વે નં. 724 વાળી જગ્યા માં હિંદુ સ્મશાન બનાવવા ના પ્રોજેકટ ને સૈધ્ધાંતિક મંજુરી આપવા અંગે કમિશ્નર ની વધુ એક વખત દરખાસ્ત રજુ થતા રૂા. 6 કરોડ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદ નિકેતન સ્કુલ થઈ બેડી બંદર જંકશન સુધીના રીંગ રોડને ગ્રીન રીંગ રોડ મુજબ ડેવલોપ કરવા તથા આસ્ફાલ્ટ કાર્પેટ કરવાના કામ અંગે રૂા. 20.76 કરોડ , જામનગર મહાનગરપાલિકાના ભાગ નં. 1,2,4 (પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ) તથા ભાગ નં. 3 (ઓમ સ્વચ્છતા કોર્પોરેશન) માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઇન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ, કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવાના કામ (એક્સટેન્શન) અંગે રૂા. 1.62 કરોડ ના ખર્ચે ને બહાલી આપવામાં આવી હતી.આમ આજ ની બેઠક માં કુલ રૂા. 29 કરોડ 54 લાખ ના કુલ ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
