આ બનાવમાં ગીતાબેન ચાવડા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી મેગામોલ નજીક ઉતર્યા હતા તેઓને બસમાં બહારગામ જવાનું હોવાથી ઉતાવળમાં પોતાનો સામાન ભરેલો થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા આ થેલામાં આશરે 3 તોલા સોનાના દાગીના તથા અન્ય ઘરવખરીની વસ્તુઓ હતી કિંમતી દાગીના ભરેલો થેલો રિક્ષામાં રહી જતાં ગીતાબેન મૂંઝવણમાં મુકાયા હતા . આ બાબતે તેઓએ તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી બનાવની ગંભીરતા જોઈ પોલીસ સ્ટાફે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર નેત્રમની મદદથી શહેરના વિવિધ રૂટ પરના કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજના આધારે જે તે રિક્ષાની ઓળખ કરી લેવામાં આવી હતી પોલીસ સ્ટાફની મહેનત અને ટેકનિકલ સપોર્ટના કારણે ગીતાબેનનો ખોવાયેલો તમામ સામાન અને સોનાના દાગીના શોધી કાઢવામાં આવ્યા હતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૂળ માલિક ગીતાબેનને તેમનો સામાન પરત સોંપ્યો હતો પોતાની ખોવાયેલી મિલકત પરત મળતા ગીતાબેન અને તેમના પરિવારે સુરેન્દ્રનગર પોલીસનો આભાર માન્યો હતો આ સફળ કામગીરીમાં સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો બળદેવસિંહ પઢિયાર, ધવલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ મોરી, મુકેશભાઈ ઊતેલિયા અને અજીતસિંહ જાદવ જોડાયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
વઢવાણ નજીક ચાલવા નીકળેલા એક યુવકને હાર્ટ એટેક આવતા ઘટનાસ્થળે જ મોત
રાજ્યમાં ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીએ એક યુવકનો ભોગ... -
અમરેલી જિલ્લાના 600થી વધારે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા
બેંકનું કામકાજ તથા ક્લીયરિંગ ઠપ્પ થતાં ગ્રાહકો ભારે પરેશાન દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઑ પાંચ દિવસ બૈંકિંગની... -
સાવરકુંડલામાં પુરવઠા વિભાગે સસ્તા અનાજનું કૌભાંડ પકડી પાડયું રૂ.1.29 લાખનો મુદ્ામાલ જપ્ત
અમરેલી જિલ્લામાં ગરીબ લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનેથી આપવામાં આવતું અનાજ કેટલાંક શખ્સો દ્વારા...
