સાવરકુંડલામાં પુરવઠા વિભાગે સસ્તા અનાજનું કૌભાંડ પકડી પાડયું રૂ.1.29 લાખનો મુદ્ામાલ જપ્ત

અમરેલી જિલ્લામાં ગરીબ લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનેથી આપવામાં આવતું અનાજ કેટલાંક શખ્સો દ્વારા તે અનાજના જથ્થાને કાળા બજારમાં વેચી અને નાણાં કમાવવા માટે કારસ્તાન કરતાં હોય છે. ત્યારે જિલ્લામાંથી અનેક વખત આવો જથ્થો પુરવઠા વિભાગ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. પરંતુ આવા કૌભાંડ અટકવાનું નામ લેતાં નથી. ત્યારે આજે સાવરકુંડલા ગામેથી સાવરકુંડલા પુરવઠા વિભાગે સસ્તા અનાજનું કૌભાંડ પકડી પાડી રૂપિયા 1,29,000નો મુદ્દામાલ સીઝ કરાયો હતો. આ બનાવમાં જાણવાં મળતી વિગત મુજબ સાવરકુંડલા ગામે કેવડાપરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં સસ્તા અનાજનો અનધિકૃત જથ્થો રખાયો હોવાની બાતમી સાવરકુંડલા પુરવઠા વિભાગને બાતમી મળતાં સાવરકુંડલા પુરવઠા વિભાગે બાતમીને આધારે દરોડો પાડી ઘઉંના 13 કટ્ટા તથા ચોખાના 29 કટ્ટા, 2 વજનકાંટા મળી રૂપિયા 1,29,000નો મુદ્દામાલ સીઝ કરાયો હતો.આ બનાવ અંગે સાવરકુંડલા મામલતદાર કચેરીનાં પુરવઠા મામલતદાર કીરીટ પાઠકે જણાવ્યું હતું કે, આ જથ્થો ઝડપાયા બાદ આ જથ્થાના બિલ અંગે પુછપરછ કરતાં કોઈ આધાર પુરાવા ના હોય અને આ જથ્થો શંકાશીલ હોવાથી સીઝર કરેલ જથ્થા અંગે અમરેલી જીલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતાં આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

રિલેટેડ ન્યૂઝ