માલધારી સેલ પ્રદેશ ઉપપ્રમુખનો પ્રશ્ર્ન સાત દિવસ સુધી બંધ કેમ રહ્યું?
માણાવદર તાલુકાના 56 ગામના ખેડૂતો છેલ્લા સાત દિવસથી મામલતદાર કચેરીના લતૂફક્ષ નેટ કે ફોલ્ટ સર્જાતા બંધ રહેતા 56 ગામના ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમ યાદીમાં માલધારી સેલ પ્રદેશ ઉપપ્રમુખ રાણાભાઇ કોડિયાતરે જણાવ્યું છે આ પ્રશ્ર્ન સાત દિવસ પછી પણ ઉકેલ આવેલ નથી ત્યારે ઉપર લેવલે જાણ કેમ ના કરીએ એક બાજુ 56 ગામના ખેડુતો ને 7/12 દાખલા જુદી જુદી ખેતી પાક ઉપજ વેચાણ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે કરે છે બીજા સરકારી યોજના હેઠળ ફોર્મ ભરવા કે અન્ય એન્ટ્રી કરવા જરુર પડે છે. જયારે સાત દિવસ લતૂફક્ષ નેટ ના મળવાને કારણે કે એની ફોલ્ટના કારણે બંધ થઇ જાય તેથી ખેડુતોને વારંવાર મુશ્કેલી સર્જાય છે. આ પ્રશ્ર્ને ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનીક કચેરી ખાતેથી ઉપર થી બંધ થયું હોવાની વાતો કરે છે.
વધુમાં રાણા કોડિયાતરે જણાવ્યું કે માનીએ કે ફોલ્ટ સર્જાય પણ સાત દિવસ સુધી બંધ કેવી રીતે રાખી શકાય. ઉપર લેવલ વાળા શું કરતા હતા? સાત દિ સુધી 56 ગવામના હજારો ખેડુતોને બાનમાં રાખ્યા અને ખેડુતો હાલ વિવિધ ખેતી પાક ઉપજ માટે કામ કરે છે. તેને ધકકા ખાવા પડે છે. આ પ્રશ્ર્ન હલ કરવા આધાર કાર્ડની જેમ સ્કેનર સિસ્ટમ આપી શકાય જેથી સરકારી કચેરી ઉપર આધાર ન રાખવો પડે અને કાયમી ઉકેલ આવે તેમ યાદીમાં જણાવેલ છે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરુરી છે.
