ઉના તાલુકાના દેલવાડા ગામે રૂ. 24 લાખના ખર્ચે બનનાર “રેલવે સ્ટેશન તરફ જતા રોડ નું ઉનાના ધા રાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ દેલવાડા દિવ ઝાંપા થી દિવ રોડ સુધી બનાવવામાં આવશે. રોડની લંબાઈ 700 મીટર જેટલી છે. અને આ રોડને ડામર થી ગેસકોટ અને સિલકોટ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, કોળી સમાજના પટેલ અને જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ મકવાણા, દેલવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શબ્બીર શા બાનવા, મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફ ભાઈ મામદાની, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ સતીકુંવર, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન ચીમનભાઈ માનવાની, દેલવાડા કોળી સમાજ ના યુવા આગેવાન રાહુલભાઈ બાંભણીયા, ચનુભાઈ બાંભણીયા, માવજીભાઈ વાઢેર, દેલવાડા પાન એસોસિએશનના રાકેશભાઈ બાંભણીયા, જહાંગીરભાઈ મલેક, મંજુરભાઈ મલેક, હુસેન ગુલાબ બાપુ, રફિકભાઈ બેલીમ હારુનભાઈ કુરેશી, અસલમ ભાઈ કુરેશી, હનીફભાઈ ઝાલોરી, જાવેદભાઈ ચૌહાણ, ઈસ્માઈલભાઈ મલેક તથા યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
તાલાલા શ્રીબાઈ માતાજી નૂતન મંદિરનો બીજો સ્થાપના દિવસ ઉજવાશે:ચિંતન શિબિર યોજાશે
સતયુગમાં સનાતન ધર્મની જયોત પ્રગટાવનાર શ્રીબાઈ માતાજીના નવનિર્મિત મંદિરને પ્રથમ વર્ષ પૂર્ણ ભક્ત પ્રહલાદ નાં ગુરૂ... -
વેરાવળ તાલુકામાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ
ભાલપરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને જાહેર કરાઈ વેરાવળ તાલુકાના ભાલપરા ગામ આવેલ સરકારી માધ્યમિક... -
ઉનાના સોનારી પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં ચારને ઇજા
દીવ તરફથી આવતા બાઇકે દંપતીને હડફેટે લીધા, સારવાર અર્થે ખસેડાયા ઉના તાલુકાના કેસરિયા-દીવ રોડ પર સોનારી...
