ગૂગલના કો-ફાઉન્ડર સેર્ગેઈ બ્રિને સામાજિક સેવાના ક્ષેત્રમાં એક ઉદૃાહરણીય કામ કર્યું છે. બ્રિને કેલિફોર્નિયામાં સામાન્ય લોકોને પરવડે તેવા ઘર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા ‘બિલ્ડિંગ અ બેટર કેલિફોર્નિયા નામના સંગઠનને ૨૦ મિલિયન ડોલર (આશરે રૂા.૧૮૩ કરોડથી વધુ) નું દૃાન આપ્યું છે. બ્રિનનું આ અત્યાર સુધીનું સૌથી મોટું વ્યક્તિગત દૃાન છે.
કેલિફોર્નિયામાં હાલમાં ઘરોના સતત વધતા ભાવ એક ગંભીર કટોકટી છે. આ સમસ્યાને ઉકેલવા માટે સિલિકોન વેલીના દિૃગ્ગજોએ સાથે મળીને ૩૫ મિલિયન ડોલરનું એક પેકેજ તૈયાર કર્યું છે, જેમાં સેર્ગેઈ બ્રિન મુખ્ય દૃાતા છે.
